GSTV

સાબરડેરીએ દુધના ભાવમાં વધારો કરતા પશુપાલકોમાં ખુશીની લહેર, સાડા ત્રણ લાખ લોકોને થશે ફાયદો

દુધ

Last Updated on March 16, 2020 by

સાબરકાંઠા અને અરવલ્લીમાં સાબરડેરીએ ફરી વાર દુધના ભાવમાં વધારો કર્યો છે. જેથી પશુંપાલકોમાં ખુશી જોવા મળી છે. ભેસના દુધના ભાવમાં 20 રૂપિયા વધારો કરતા 730 રૂપિયા થયા અને ગાયના દૂધમાં 10 રૂપિયાનો વધારો કરતા 310 રૂપિયા થયા છે. ઉલ્લેખનિય છે કે ઉનાળામાં પશુઓમાં દુધ ઓછું આવે છે. જેને લઈને દુધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તમામ ડેરીઓમાં સૌથી વધુ દુધના ભાવ સાબરડેરી આપી રહી છે. તેવું ડેરીના સુત્રોએ જણાવ્યું છે.

3 લાખ 50 હજારથી પણ વધુ દુધ ઉત્પાદકોને આનો ફાયદો

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના દુધ ઉત્પાદકોની જીવાદોરી સમાન સાબરડેરીએ ફરી એકવાર દુધના ભાવમાં વધારો કરતા પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. સાબરડેરી દ્રારા આ વર્ષે દુધના કિલોફેટે ભાવ વધારો કર્યો છે અને જેને લઈને બંને જીલ્લાના 3 લાખ 50 હજારથી પણ વધુ દુધ ઉત્પાદકોને આનો ફાયદો થશે.

READ ALSO

Related posts

જૂનાગઢે રંગ રાખ્યો, ટાર્ગેટ કરતા વધારે ટકા રસીકરણ : તમારા જિલ્લામાં કેટલાં ટકા થયું vaccination? જાણો સંપૂર્ણ વિગત

Dhruv Brahmbhatt

હથેળીમાં આ બદલાવ દેખાય તો સમજો મૃત્યુ છે નજીક, મરતા પહેલા મળે છે આવા સંકેત

Bansari

વ્યક્તિએ છાતી પર ફટાકડા મૂકી લગાવી દીધી આગળ પછી થયો ધમાકો, વિડીયો જોઈ ઉડી જશે હોશ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!