GSTV

માહિરા ખાન બાદ ટ્રોલ થઇ આ પાકિસ્તાની એક્ટ્રેસ, સિગરેટ પીતા તસવીરો વાયરલ

Last Updated on July 25, 2018 by Bansari

પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાનની રણબીર કપૂર સાથે સ્મોકિંગ કરતી તસવીરો વાયરલ થઇ હતી તે બાદ વધુ એક પાકિસ્તાની અભિનેત્રી સબા કમર જાહેરમાં સ્મોકિંગ કરતી હોવાની તસવીર સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી. આ સબા કમર એટલે જેણે ટોચના અભિનેતા ઇરફાન સાથે હિન્દી મિડિયમ ફિલ્મ કરી હતી. તાજેતરમાં એ સિગારેટ ફૂંકતી ઝડપાઇ ગઇ હતી. એના એ ફોટોગ્રાફ સોશ્યલ મિડિયા પર વાઇરલ થયા હતા.

અત્યાર અગાઉ શાહરુખ ખાન સાથે રઇસ ફિલ્મમાં ચમકેલી પાકિસ્તાનની ડાઇવોર્સી અભિનેત્રી માહિરા ખાન જાહેરમાં સ્મોકિંગ કરતી ઝડપાઇ હતી. એની સાથે ન્યૂયોર્કમાં રણબીર કપૂર સ્મોકિંગ કરી રહ્યો હોય એવી તસવીરો સોશ્યલ મિડિયામાં ચમકી હતી. હવે સબા કમરની આવી તસવીર ફરતી થઇ હતી. સબા પોતાનો ડ્રેસ ચેંજ કરતી વખતે સ્મોક કરી રહી હતી ત્યારે ઝડપાઇ ગઇ હતી.

આ તસવીર સોશ્યલ મિડિયા પર ફરતી થતાં એને લોકોએ ટ્રોલ કરવાની શરૃઆત કરી દીધી હતી. એવા ટ્રોલર્સને જવાબ આપતાં સબાએે લખ્યું કે આ રીતે કોઇ મહિલાની તસવીર ઝડપીને એને નકારાત્મક રીતે રજૂ કરવાની આ નફ્ફટાઇને હું વખોડી કાઢું છું.

Related posts

બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર: આજથી ચેકબુક, કૈશ, ટ્રાંજેક્શન સહિતની સર્વિસના ચાર્જમાં થશે વધારો, આ સુવિધા માટે આપવા પડશે રૂપિયા

Pravin Makwana

જ્યોતિષશાસ્ત્ર/ કામ-ધંધા કઈ પણ હોય, જો નથી મળી રહી સફળતા તો તમારો બેડોપાર કરી શકે છે આ રુદ્રાક્ષ

Damini Patel

હવે હોસ્પિટલના ધક્કા નહીં ખાવા પડે, ઘરે બેઠાં જ 79 લાખ પરિવારના સભ્યોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળશે

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!