ઋત્વિક રોશન અને સુઝૈન ખાન બંને 2014થી એકબીજાથી અલગ થઈ ગયા છે પરંતુ તેમના બંને પુત્રોની ખુશી માટે તેઓ બાળકોને ફરવા લઈ જાય છે અને સાથે ભોજન કરાવે છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઋત્વિક રોશનનું નામ સબા આઝાદ સાથે જોડાઈ રહ્યું છે અને સુઝૈન ખાનનું નામ તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે સામે આવી રહ્યું છે. ભૂતકાળમાં સુઝૈન ખાને તેના બોયફ્રેન્ડ સાથેની એક તસવીર શેર કરી હતી. તમને જણાવી દઈએ કે, બંને હાલ ગોવામાં છે. સુઝૈન બાદ હવે રોશન પરિવારની એક તસવીર ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં સબા રોશન પરિવાર સાથે પોતાનો સમય પસાર કરતી જોવા મળી રહી છે.

ઋત્વિક રોશનના પિતા રાકેશ રોશને શેર કરેલી આ તસવીરમાં જોઈ શકાય છે કે રોશન પરિવાર ડિનર માટે સાથે બેઠા છે. આ ડિનર પાર્ટીમાં ઋત્વિકના માતા-પિતા, તેમના બે બાળકો, નજીકના ખાસ મિત્રો ઉપરાંત ઋત્વિકની ગર્લફ્રેન્ડ સબા આઝાદ પણ આ પરિવારનો ભાગ બની હતી. આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ તસવીર પર ફેન્સની કમેન્ટ્સ જોરદાર જોઈ શકાય છે. એક ચાહકે કમેન્ટ કરી કે શું વાત છે, ફેમિલી શું છે. તો બીજી તરફ બીજા ફેન્સે કોમેન્ટ કરીને કહ્યું કે, વહુ જે બનવા જઈ રહી છે તેણે હવે દિલમાં પણ જગ્યા બનાવી લીધી છે.
MUST READ:
- એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ
- શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત
- કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ
- મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી
- એક પાલતું પશુ વર્ષમાં છોડે છે 80 થી 120 કિલો મીથેન ગેસ, 1 વર્ષ કાર ચલાવવા જેટલું પર્યાવરણને થાય છે નુકસાન