GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

ફેન્સ માટે ખુશખબરી, પાંચ વર્ષ પછી ટીવી પર આવી રહી છે જૂની ‘ગોપી વહૂ’

ટેલિવિઝનની જૂની ‘ગોપી બહુ’ જિયા માણેકના ચાહકો માટે સારા સમાચાર છે. જિયા માણેકે નિર્દોષ ચહેરો અને માસુમ ગોપીનો રોલ નિભાવી શ્રોતાઓનું દિલ જીત્યું હતુ. જો કે થોડા સમય પછી તેણે આ શોને અલવિદા કહી દીધો. જીયા પછી આ ભૂમિકા દેવોલિના ભટ્ટાચાર્ય દ્વારા ભજવવામાં આવી હતી. આ દરમિયાન સમાચાર આવી રહ્યાં છે કે તમારી જૂની ‘ગોપી બહુ’ 5 વર્ષ પછી ટીવીની દુનિયામાં કમબેક કરી રહી છે.

giaa manek

જિયા માણેક સીરિયલ ‘મનમોહિની’માં જોવા મળશે. આ સીરિયલમાં જીયાના પાત્રનું નામ ગોપિકા હશે. જિયા છેલ્લે સીરીયલ ‘બડી દૂર સે આએ હૈ’ માં જોવા મળી હતી ત્યારબાદ તે હવે ‘મનમોહિની’માં જોવા મળશે.

Giaa Manek

તેના પાત્ર વિશે વાત કરતા જીયાએ કહ્યું- ‘ગોપી અને ગોપિકા પાત્ર વચ્ચે ઘણો તફાવત છે. જેમ જેમ સિરિયલની વાર્તા આગળ વધે છે તેમ તમે જાણતા જશો કે તે કેટલી હોંશિયાર છે. ગોપી ખૂબ નિર્દોષ અને સરળ ગણાતી હતી પણ ગોપિકા નિર્ભીક અને બોલ્ડ છે.

Giaa Manek

તમને જણાવી દઈએ કે જીયા માણેકે 9 વર્ષ પહેલા સીરીયલ ‘સાથ નિભાના સાથિયા’થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે કંટેસ્ટેન્ટ તરીકે રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ સીઝન 5 માં ભાગ લીધો હતો. આ પછી ‘બાલિકા વધુ’, ‘ના બોલે તુમ ના મેં કુછ કિયા’, ‘જિની અને જુજુ’ સિરિયલોમાં જોવા મળી હતી.

Giaa Manek

ઉલ્લેખનીય છે કે જીયા અમદાવાદની છે અને ગુજરાતી પરિવારની છે. છેલ્લાં પાંચ વર્ષોમાં જીયા કદાચ નાના પડદે ભલે ન દેખાઈ હોય પણ તે સોશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહી છે. જિયાએ તેના ફોટા ફેન્સ સાથે શેર કરવાનું ચાલુ રાખ્યું.

READ ALSO

Related posts

વિજ્ઞાન અને તકનિકીથી જીતી શકાશે કોરોનાની અંતિમ લડાઈ, રસી સંશોધનોમાં લાગ્યા છે 30 સમૂહ

Harshad Patel

કોરોનાનો ક પણ ન જાણતા કીડની સ્પેશ્યાલિસ્ટો દર્દીઓની કરી રહયા છે સારવાર, આ તો એક્સપરિમેન્ટ છે જીવ જાય તો દર્દીનો જવાનો છે

Nilesh Jethva

ભારત પાસેથી છિનવાઈ શકે છે T-20 વર્લ્ડ કપ 2021ની મેજબાની, ટેક્સ વિવાદને કારણે ICCએ BCCIને આપી ધમકી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!