GSTV
Home » News » જૂઓ સાહોનું ટીઝર : બાહુબલી કરતા ત્રણ ગણી એક્શન, દરેક ફ્રેમમાં એક્શનનો હાઈ ડોઝ

જૂઓ સાહોનું ટીઝર : બાહુબલી કરતા ત્રણ ગણી એક્શન, દરેક ફ્રેમમાં એક્શનનો હાઈ ડોઝ

બાહુબલી એક્ટર પ્રભાસની મચ અવેઇટેડ ફિલ્મ સાહોનું ટીઝર હિન્દી, તમિલ અને તેલૂગુ ભાષામાં રિલિઝ કરવામાં આવ્યું છે. પાવર પેક્ડ એક્શન ફિલ્મ સાહોમાં પ્રભાસ સાથે શ્રદ્ધા કપૂર નજરે આવશે. 1 મિનિટ 39 સેકેન્ડના ટીઝરમાં ફુલ ઑન એક્શન ડોઝ છે. મેકર્સે તમામ કિરદારોના લુક્સ રિવિલ કર્યા છે. મંદિરા બેદી, નીલ નિતન મુકેશ, જેકી શ્રોફ, ચંકી પાંડેની પણ ઝલક ટીઝરમાં જોવા મળી રહી છે.

સાહો 15 ઓગસ્ટે રિલિઝ થવા જઇ રહી છે. બાહુબલી 2 બાદ પ્રભાસની રિલિઝ થનાર આ પહેલી ફિલ્મ છે. સાહોનું ડાયરેક્શન સુજીતે કર્યુ છે. સાહોમાં પ્રભાસની સાથે શ્રદ્ધા કપૂર પણ એક્શન સિકવન્સ કરતી નજરે પડશે.

ફિલ્મમાં શ્રદ્ધાનો રોલ પણ ઘણો પાવરફુલ છે. સાહોના ટીઝરને સોશિયલ મીડિયા પર જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.

સાહોને ભારતની સૌથી મોટી એક્શન મૂવી કહેવામાં આવી રહી છે. સાહોના ટીઝર પરથી સ્ટોરીનો અંદાજ લગાવી શકાય છે. મેકર્સે ફિલ્મની સ્ટોરીમાં સસ્પેન્સ યથાવત રાખ્યો છે. ટીઝર જોઇને એટલું તો સમજી જ શકાય કે 15 ઓગસ્ટે દર્શકોને જબરદસ્ત એક્શન ફિલ્મ જોવા મળશે.

સાહોના એક્શન સીન્સ પાછળ મોટી રકમ ખર્ચ કરવામાં આવી છે. દુબઇના બુર્જ ખલીફામાં મૂવીના ખતરનાક સીન્સ ફિલ્માવવામાં આવ્યાં છે. ટીઝર સામે આવ્યાં બાદ ફેન્સ ટ્રેલર જોવા માટે આતુર બન્યાં છે. શક્ય છે કે ટ્રેલરથી ફિલ્મની સ્ટોરીનો અંદાજ લગાવી શકાય. બાહુબલી 2ની રેકોર્ડતોડ કમાણી બાદ પ્રભાસની સાહો પણ બંપર કલેક્શન કરે તેવી આશા છે.

જુઓ સાહોનું ટીઝર

Read Also

Related posts

હરિયાણામાંથી ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે, કોંગ્રેસ પૂર્ણ બહુમતિ સાથે સરકાર રચશે

Nilesh Jethva

દિલ્હીમાં જૂની જગ્યાએ જ બનશે સંત રવિદાસ મંદિર, સુપ્રિમે આપી કેન્દ્ર સરકારના પ્રસ્તાવને મંજૂરી

Mansi Patel

ગુજરાત પેટાચૂંટણી : મતદારોનો ઉત્સાહ ઘટ્યો, સૌથી વધુ મતદાન આ બેઠક પર થયું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!