પ્રભાસની ફિલ્મ ‘સાહો’નો એક્શન સીન થયો Leak, નહી જોયો હોય ‘બાહુબલી’નો આ અવતાર

સાઉથએક્ટર પ્રભાસ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ સાહોનાં શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાંપ્રભાસ ઉપરાંત નીલ નીતીન મુકેશ પણ છે જે નેગેટીવ રોલ પ્લે કરી રહ્યો છે. તાજેતરમાંજ નીલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો જેમાં એપિક એક્શનથીભરપૂર સીન જોવા મળી રહ્યા છે. નીલે વીડિયોના કેપ્શનમાં લખ્યું, ‘સાહો…આશૉ ટાઇમ છે’ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ ફિલ્મથી શ્રદ્ધા કપૂર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહી છ. પહેલાં શ્રદ્ધાના રોલ માટે અનુષ્કા શેટ્ટીને લેવાની ચર્ચા થઇ રહી હચી પરંતુ વધતાં વજનના કારણે તે આ રોલ ન કરી શકી. સાહો ત્રણ ભાષાઓમાં રિલિઝ થશે. તેમાં હિન્દી, તમિલ અને તેલુગુ સામેલ છે. સાહોમાં બોલીવુડની મોટી સ્ટારકાસ્ટ જોવા મળશે. ફિલ્મમાં જ્યાં પ્રભાસની ઓપોઝીટ શ્રદ્ધા જોવા મળશે ત્યાં નેગેટિવ રોલ માટે નીલ નિતિન મુકેશ હશે.

તાજેતરમાં જ બાહુબલી અને બાહુબલી-2માં પોતાના કામથી દર્શકોને દિવાના બનાવી ચુકેલા એક્ટર પ્રભાસની આગામી ફિલ્મ સાહોનું પહેલુ ટીઝર અને મેકિંગ વીડિયો રીલીઝ કરી દેવામાં આવ્યો હતો. એક મિનિટ 22 સેકેન્ડના આ વીડિયોમાં તમને ભરપૂર એક્શન અને થ્રિલર જોવા મલશે. વીડિયોમાં શૂટ પહેલાંની તૈયારીઓ દર્શાવવામાં આવી છે. આ વીડિયોને લાખો લોકો જોઇ ચુક્યાં છે.

વીડિયોમાં ફિલ્મના ડાયરેક્ટર ઉપરાંત અન્ય ક્રિએટીવ ટીમનો પરિચય કરાવવામાં આવ્યો છે. ફિલ્મના એક્શન ડાયરેક્ટર વીડિયોમાં કહે છે કે મારુ નામ કેની બેટ્સ છે અને હું અહી તોડફોડ કરવા આવ્યો છું. ફિલ્મના આ એક્શન સિકવન્સની તૈયારીઓમાં આશરે 60 દિવસનો સમય લાગ્યો. 400થી વધુ લોકોની ટીમે મળીને તૈયારી કરી હતી.

આ ઉપરાંત જેકી શ્રોફ, મંદિરા બેદી, ચંકી પાંડે, મહેશ માંજરેકર પણ જોવા મળશે. સાહોમાં પ્રભાસ અનેક ખતરનાક સ્ટંટ કરતો જોવા મળશે. ફિલ્મમાં એક સ્ટંટ સીન છે જેમાં પ્રભાસ દુબઇની બુર્જ ખલીફા પર શુટ કરવામાં આવ્યો છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter