GSTV
Home » News » ‘બાહુબલી’ પ્રભાસને મળવા ટાવર પર ચડી ગયો ફેન, આપવા લાગ્યો કૂદી જવાની ધમકી

‘બાહુબલી’ પ્રભાસને મળવા ટાવર પર ચડી ગયો ફેન, આપવા લાગ્યો કૂદી જવાની ધમકી

બાહુબલી એક્ટર પ્રભાસને લઇને ફેન્સની દિવાનગી ઘણીવાર જોવા મળી છે. હવે તેલંગાણાના જંગમમાં પ્રભાસના ડાઇ હાર્ડ ફેને બુધવારે કંઇક એવું કર્યુ જેણે સૌકોઇને ચોંકાવી દીધાં છે. પ્રભાસને મળવાની ડિમાંડ કરનાર આ ફેન મોબાઇલ ટાવર પર ચડી ગયો. ફેને પ્રભાસને ન મળવા પર ટાવર પરથી કૂદવાની ધમકી આપી છે.

સોશિયલ મીડિયા પર પ્રભાસના ક્રેઝી ફેનના મોબાઇલ ટાવર પર ચડવાની તસવીરો સામે આવી છે. એક હેવાલ અનુસાર ફેન મોબાઇલ ટાવર પર ચડી ગયો અને ત્યાંથી કૂદવાની ધમકી આપી. કહ્યું કે જો તેની પ્રભાસ સાથે મીટીંગ અરેન્જ કરવામાં નહી આવે તો તે ટાવર પરથી કૂદી જશે. પોલીસ અને ત્યાં હાજર લોકોએ ફેનને મનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ફેને નીચે ઉતરવાથી ઇનકાર કરી દીધો.

bhahubali prabhas

જો કે પછીથી આ મામલો કેવી રીતે હેન્ડલ કરવામાં આવ્યો તેની જાણકારી સામે આવી નથી. પ્રભાસને આ ઘટના વિશે જણાવવામા આવ્યુ કે નહી તે વિશે પણ કોઇ ડિટેલ સામે આવી નથી.

અગાઉ સાહોની રીલીઝ વખતે આંધ્ર પ્રદેશમાં ફિલ્મના બેનરને થિયેટર પર લાવવા દરમિયાન ફેનનું મોત નિપજ્યુ હતુ. જણાવી દઇએ કે બાહુબલી સીરીઝ બાદ પ્રભાસ મોટો સ્ટાર બની ગયો છે. 30 ઓગસ્ટે તેની ફિલ્મ સાહો રિલિઝ થઇ. નેગેટિવ રિવ્યૂઝ બાદ પણ પ્રભાસની ફિલ્મ બૉક્સ ઑફિસ પર ધુંઆધાર કમાણી કરી રહી છે. 350 કરોડના બજેટમા બનેલી ફિલ્મે વર્લ્ડ વાઇડ 10 દિવસમાં 400 કરોડની કમાણી કરી લીધી છે.

સાહો બાદ પ્રભાસ રોમેન્ટિક ફિલ્મમાં કામ કરશે. તે રાધા કૃષ્ણ કુમારની અપકમિંગ ફિલ્મમાં એક્ટ્રેસ પૂજા હેગડે સાથે રોમાન્સ કરતો જોવા મળશે. આ ફિલ્મ આગામી વર્ષે રિલિઝ થવાની અટકળો છે.

Read Also

Related posts

બોલિવુડ અભિનેતા રણવીર સિંહની અતરંગી સ્ટાઈલ, ફેશન જોઈને યૂઝર્સ કરી રહ્યા છે ટ્રોલ

pratik shah

ઓસ્કાર વિજેતા ‘સ્લમડોગ મિલિયોનેર’ ના આ સ્ટારકિડ્સનું નસીબ ફરી પલટાયું, ઝુંપડપટ્ટીમાં રહેવા થયો મજબુર

Ankita Trada

Post Officeની આ સ્કીમમાં મળશે બંપર ફાયદો, એકવાર પૈસા લગાવો અને મહિના માટે કરો કમાણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!