GSTV

બોલિવુડના દિગ્ગજ ગાયક એસપી બાલા સુબ્રમણ્યમનું Coronaથી થયું મોત, 74 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

એસપી બાલા સુબ્રમણ્યમ

બોલીવુડના દિગ્ગજ સિંગર એસપી બાલા સુબ્રમણ્યમનું શુક્રવારે બપોરે 1 વાગીને 4 મિનિટે નિધન થઇ ગયું છે. તે ગત મહિને કોરોનાથી સંક્રમિત થયા છે. જે હોસ્પિટલમાં તેમની સારવાર થઇ રહી હતી ત્યાંથી ગુરુવારે નિવેદન જારી કરવામાં આવ્યુયં હતું કે તેમની હાલત નાજુક છે. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધિત લોકોએ આ ખબર પર શોક વ્યક્ત કર્યો છે. ગત 5 ઓગસ્ટે તેમના હોસ્પિટલમાં દાખલ થવાની ખબર આવી હતી. તેમણે એક વીડિયો દ્વારા જણાવ્યું હતું કે તેમને ખાસ લક્ષણો નથી.

કોરોના કાળમાં મનોરંજન ઉદ્યોગના બીજો એક ખરાબ સમાચાર

કોરોના કાળમાં મનોરંજન ઉદ્યોગના બીજો એક ખરાબ સમાચાર છે. પ્લેબેક સિંગર એસપી બાલા સુબ્રમણ્યમનું કોરોનાથી લાંબી લડત બાદ નિધન થયું છે. ઓગસ્ટ મહિનામાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાલા સુબ્રમણ્યમ સલમાન ખાનના અવાજ તરીકે પણ જાણીતા હતા. તેણે સલમાનના ઘણા હિટ ગીતો ગાયા છે. તેની હાલત નાજુક હોવાના સમાચાર બાદ સલમાન ખાને ગુરુવારે તેની ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી હતી.

સલમાન ખાને કર્યુ ટ્વીટ

સલમાને ટ્વિટ કર્યું હતું, બાલા સુબ્રમણ્યમ સર, તમે જલ્દી સ્વસ્થ થાઓ તેના માટે દિલના ઉંડાણથી પૂરી તાકાત અને દુઆ આપુ છું. તમે જે પણ ગીત મારા માટે ગાયા તેને ખાસ બનાવવા માટે આભાર, તમો દિલ દિવાનો હીરો પ્રેમ, લવ યુ સર…

વીડિયોમાં કહ્યું હતું – હું જલ્દી પાછો ફરીશ

એસપી બાલા સુબ્રમણ્યમે એક વીડિયો બહાર પાડ્યો જ્યારે તેઓ કોરોના સંક્રમિત થયા હતાં. તેમા કહેવામાં આવ્યું હતું કે તેમને કોઈ સમસ્યા નથી પરંતુ પરિવારના કહેવા પર તેઓ એડમિટ થઇ રહ્યા છે. તેણે ચાહકોને કહ્યું કે ચિંતા ન કરો કે તે જલ્દી સ્વસ્થ થઈને પાછા આવશે. આ પછી તેની હાલત કથળતી જ ગઇ. 14 સપ્ટેમ્બરના રોજ, તેમના પુત્ર તરફથી જણાવવામાં આવ્યું હતું કે તેની હાલત સુધરી રહી છે.

Read Also

Related posts

મોટા સમાચાર/ ચૂંટણી પહેલાં મોદી આવ્યા કોરોના પોઝિટીવ: એઈમ્સમાં કરવા પડ્યા દાખલ, બિહારને લાગશે ઝટકો

Mansi Patel

સીએમ રૂપાણીના આકરા પ્રહાર/ કોરોના સંકટમાં કોંગ્રેસના નેતાઓ જયપુરના રિસોર્ટમાં દારૂ પીને સ્વીમિંગ પુલમાં મારતા હતા ધુબાકા

pratik shah

નમક હલાલની રિમેક પર રામ કરી રહ્યા છે ડેવિડ ધવન, વરૂણ ધવને આપી આ પ્રતિક્રિયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!