યૂરોપમાં અમેરિકા કરશે મિસાઈલોની તૈનાતી, વળતો જવાબ આપશે રશિયા

રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે કહ્યુ છે કે અમેરિકા યૂરોપમાં મધ્યમ અંતરની પરમાણુ શક્તિ સંધિ દ્વારા પ્રતિબંધિત મિસાઈલોની તૈનાતી કરશે, તો મોસ્કો પણ આની સામે વળતી કાર્યવાહી કરશે. લાવરોવે કહ્યુ છે કે અમેરિકાની કાર્યવાહીને કારણે રશિયા વૈશ્વિક રાજનીતિમાં તેને પ્રબળ પ્રતિસ્પર્ધી માનનારાઓના દબાણમાં છે.

રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે ખેદ વ્યક્ત કર્યો છે કે યુરોપના દેશ પોતાના હિતો વિરુદ્ધ જઈને પણ અમેરિકાની નીતિઓનું અનુસરણ કર છે. આના માટે તેમણે આઈએનએફ સંધિને બચાવવા માટે રશિયાના પ્રસ્તાવ વિરુદ્ધ મતદાનને પણ ટાંક્યું હતું.

લાવરોવે કહ્યુ છે કે યુરોપિયન યુનિયનના દેશ અમેરિકાની આઈએનએફ સંધિથી એકતરફી રીતે અલગ થવાની બાબતે ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા. પરંતુ આ જ યૂરોપિયન યૂનિયનના સદસ્ય દેશોએ રશિયાના પ્રસ્તાવની વિરુદ્ધ મતદાન કર્યું હતું. મહત્વપૂર્ણ છેકે 21મી ડિસેમ્બરે યુએનની મહાસભામાં રશિયા દ્વારા આઈએનએફ સંધિને બચાવી રાખવાના ટેકામાં રજૂ કરાયેલા પ્રસ્તાવને નામંજૂર કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter