GSTV
News Trending World

રશિયન રાષ્ટ્રપતિ પુતિને 150 જાસૂસોની હકાલપટ્ટી કરી, કેટલાકને જેલમાં ધકેલી દીધા

પુતિને

યુક્રેન સાથેના જંગમાં ભારે નુકસાન થયા બાદ ભડકેલા રશિયન રાષ્ટ્રપતિ પુતિને પોતાના 150 જાસૂસોની હકાલપટ્ટી કરી નાંખી છે. આ પૈકીના કેટલાકને તો જેલમાં પણ ધકેલી દીધા છે. એક ન્યૂઝ એજન્સીએ પોતાના અહેવાલમાં આ દાવો કર્યો છે. આ તમામ જાસૂસો રશિયાની ગુપ્તચર એજન્સી એફએસબી છે. જેણે સોવિયેત રશિયાના સમયની કેજીબીનું સ્થાન લીધું છે. પુતિન પોતે કેજીબી માટે જાસૂસ તરીકે કામ કરી ચુકયા છે.

નોકરીમાંથી કાઢવામાં આવેલા જાસૂસો 1988માં સ્થપાયેલા એફએસબીના ફિફ્થ ડિવિઝનના છે. જેમનું કામ અગાઉ રશિયામાંથી છુટા પડેલા દેશોની જાસૂસી કરવાનું છે. એવું પણ મનાય છે કે, ફિફ્થ ડિવિઝનના પ્રમુખ 68 વર્ષીય કર્નલ જરનલ સર્ગેઈ બેસેદા પણ એવા લોકોમાં સામેલ છે જેમને જેલમાં ધકેલવામાં આવ્યા છે. એવો દાવો થઈ રહ્યો છે કે, યુક્રેનમાં જાસૂસી નિષ્ફળતા બદલ તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.

પુતિને

અહેવાલ પ્રગટ કરનાર ન્યૂઝ એજન્સીના ડાયરેકટર ક્રિસ્ટો ગોઝેવે દાવો કર્યો છે કે, આ જાસૂસોને રશિયન રાષ્ટ્રપતિને ખોટી જાણકારી આપવા બદલ નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે. પુતિનને જંગ પહેલાં આ જાસૂસોએ એવી જાણકારી આપી હતી કે, જો રશિયન સેના હુમલો કરશે તો યુક્રેનના લોકો તેનું સ્વાગત કરશે અને રશિયાની સેના ઝડપથી યુક્રેનનો જંગ જીતી જશે. જોકે હવે સ્થિતિ ઉલટી છે અને 40 દિવસ પછી પણ રશિયાને સફળતા મળી નથી. ઉલટાનું તેના હજારો સૈનિકો જંગમાં માર્યા ગયા છે.

Read Also

Related posts

રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા

Hardik Hingu

IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ

Hardik Hingu

નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા

GSTV Web News Desk
GSTV