GSTV

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત પ્રવાસ પર ચીનની નજર, આ રક્ષા સોદાથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું

પુતિન

Last Updated on November 30, 2021 by GSTV Web Desk

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આગામી છઠ્ઠી ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ નવી દિલ્હીમાં યોજાનારી ૨૧મી ભારત-રશિયા શિખર બેઠકમાં ભાગ લેશે. પુતિનની ભારતયાત્રા ઉપર અમેરિકા અને ચીનની ચાંપતી નજર છે. ખાસ વાત એ કે પુતિનની ભારત યાત્રા એવા સમયે યોજાઇ રહી છે જ્યારે અમેરિકાના વિરોધ છતાં ભારત રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી રહ્યું છે.

પુતિન

ભારત વર્ષોથી રશિયન હથિયારોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતું રહ્યું છે. જોકે અત્યારે ભારત અમેરિકાએ રશિયા ઉપર લગાવેલા પ્રતિબંધોમાંથી છૂટ મેળવવાના પ્રયાસ કરી રહ્યું છે કારણ કે ભારતીય સેના રશિયન હથિયારો ઉપર નિર્ભર છે. હાલ અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વ્યાપી રહ્યો છે ત્યારે પણ ભારતે પોતાની સંરક્ષણ સંબધી જરૂરિયાતોને પૂરી કરવા રશિયાનો સહારો લેવો પડે છે. પોતાની સુરક્ષા જરૂરિયાતોને અનુલક્ષીને ભારતે રશિયા પાસેથી એસ-૪૦૦ ટ્રાયમ્ફ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ખરીદવાની યોજના બનાવી છે. આ સોદાથી અમેરિકાને પેટમાં દુઃખે છે. ખાસ એટલા માટે કે તાજેતરના વર્ષોમાં ભારત અમેરિકાનું મહત્ત્વનું વ્યૂહાત્મક ભાગીદાર બન્યું છે.

વીઓ-2. અમેરિકાએ પ્રતિબંધોની ધમકી આપીને ભારતને રશિયા પાસેથી હથિયારો ખરીદતા અટકાવવા માંગે છે. બીજી બાજુ ભારત વર્ષોથી રશિયન હથિયારોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતું રહ્યું છે. એટલા માટે જ ભારત અમેરિકાએ રશિયા ઉપર લગાવેલા પ્રતિબંધોમાંથી છૂટ મેળવવાના પ્રયાસ કરે છે

અમેરિકાએ પોતાના શત્રુ રાષ્ટ્રોને પ્રતિબંધોના માધ્યમથી દંડિત કરવા માટે કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્ઝરિઝ થૂ્ર સેન્ક્શન્સ એક્ટ એક કાયદો બનાવ્યો છે. અમેરિકાના આ કાયદા અનુસાર રશિયા સાથે મોટો સંરક્ષણ સંબંધી સોદો કરતા દેશ ઉપર અમેરિકી પ્રતિબંધ લગાવવાની જોગવાઇ છે. અમેરિકા આ કાયદા અંતર્ગત જ દબાણ સર્જીને ભારતને રશિયા પાસેથી હથિયારો ખરીદતા અટકાવવા માંગે છે.

Read Also

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

UP Election 2022 : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે યુપીમાં ચૂરણ વેચનારનો વીડિયો કર્યો શેર, જાણો શું છે સમગ્ર મામલો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!