GSTV
News Trending World

રશિયા-યુક્રેન/ મારિયુપોલમાં રશિયન સૈન્યનો એક પક્ષીય યુદ્ધવિરામ, અન્ય સ્થળોએ હુમલા યથાવત્

રશિયા

રશિયાએ યુક્રેનના રેલવે માર્ગ અને ફ્યુઅલ ફેસિલિટીઝને નિશાન બનાવીને હુમલા યથાવત રાખ્યા હતા, પરંતુ મારિયોપુલમાં એક તરફી યુદ્ધવિરામની જાહેરાત કરીને ઔદ્યોગિક વિસ્તારમાં ફસાયેલા નાગરિકોને બહાર નીકળવાની અપીલ કરી હતી. બીજી તરફ અમેરિકન વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રીએ યુક્રેનની મુલાકાત કરી હતી અને વધુ સહાયરાશિની જાહેરાત કરી હતી.

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેન અને સંરક્ષણ મંત્રી લોઈડ જ્યોર્જ અચાનક કીવ પહોંચી ગયા હતા. તેઓની આ મુલાકાતની આગોતરી જાહેરાત જ કરાઈ ન હતી. એક તરફ યુક્રેનને રાજદ્વારી ટેકો મજબુત રીતે આપ્યો હતો, તો બીજી તરફ યુદ્ધગ્રસ્ત યુક્રેનને વિદેસમાંથી પણ શસ્ત્રો ખરીદવા પડે તો તે માટે તેને ૩૦ કરોડ ડોલરની સહાય માટે વચન આપવા સાથે ૧૬૦૫ કરોડ ડોલરનાં શસ્ત્રો આપવાનું વચન આપ્યું હતું.

આ સાથે આ બંનેએ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને જણાવ્યું હતું કે પ્રમુખ જો બાઈડન, માત્ર ટુંક સમયમાં જ યુક્રેન ખાતેના અમેરિકાના રાજદુતનું નામ જાહેર કરવાના છે અને યુદ્ધ શરૂ થયું તે પહેલાં જ અમેરિકાના જે રાજપુરષોએ યુક્રેન છોડી દીધું હતું. તેઓ ફરી પાછા આગામી સપ્તાહે જ યુક્રેનમાં આવી જશે. બંનેએ મળીને કુલ ૭૧ કરોડ ડોલરની સંરક્ષણ સહાય જાહેર કરી હતી. એટલું જ નહીં, યુક્રેનના ૧૫ સાથી દેશો વતી કુલ ૧૦૦ કરોડ ડોલરની સહાય રકમ પણ જાહેર થઈ હતી. અમેરિકાએ યુક્રેનને વધુ આર્થિક-લશ્કરી સહાયની જાહેરાત પણ કરી હતી. અમેરિકાએ યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં ૩.૭ અબજ ડોલરની સહાય જાહેર કરી છે. અમેરિકાના બંને નેતાઓએ યુક્રેનના યુદ્ધનિષ્ણાતો પાસેથી યુદ્ધની માહિતી મેળવી હતી. વિદેશી મંત્રી એન્ટની બ્લિન્કેન અને સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિને જણાવ્યું હતું કે યુક્રેનને જો પૂરતો શસ્ત્ર સરંજામ મળી શકે તો, તે રશિયા સામેનાં યુદ્ધમાં વિજયી બની જ શકે તેમ છે. રશિયાને આ યુદ્ધમાં મોટો ફટકો પડયો છે. રશિયાએ અસંખ્ય સૈનિકો અને શસ્ત્રો ગુમાવવા પડયા છે.

પુતિન

દરમિયાન અહેવાલોમાં દાવો થયો હતો કે રશિયન લશ્કરી રિસર્ચ ફેસિલિટીમાં થયેલા વિસ્ફોટમાં ૧૭ લોકોનાં મોત થયા હતા. ગયા સપ્તાહે આ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ૨૭ જેટલાં લોકોને ઈજા થઈ હતી અને એમાંથી ૧૩ને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રશિયાની આ રિસર્ચ ઈન્સ્ટિટયૂટમાં લશ્કર માટે મહત્વના શસ્ત્રો બને છે. આ વિસ્ફોટ ક્યા કારણોથી થયો તે બાબતે સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.

Read Also

Related posts

આંધ્રપ્રદેશમાં સીએમ જગમોહનના કાકાની મર્ડર મિસ્ટ્રી શું ચૂંટણીના પરિણામો બદલી શકશે?

Nakulsinh Gohil

અમેરિકામાં રહે છે વિશ્વની સૌથી ઉંમરલાયક મરઘી, આ છે તેની વધુ ઉંમરનું કારણ, જાણશો તો નવાઈ લાગશે

GSTV Web News Desk

મોટા સમાચાર / કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો પાસેથી માંગ્યા રિપોર્ટ, ખેડૂતોને વળતર મળવાની આશા

Nakulsinh Gohil
GSTV