GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

રશિયન જાસુસે આપેલી માહિતી : યુએસની ચૂંટણીમાં પુતિનના સીધા હસ્તક્ષેપનો દાવો

અમેરિકાના 2016ના પ્રમુખપદના ઇલેકશનમાં રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિનની સીધી રીતે ભૂમિકા હતા, એવો એક ઉચ્ચર સ્તરીય ગુપ્ત અહેવાલ અમેરિકાના એજન્ટે પકડી પાડયો હતો, એમ માધ્યમોમાં કહેવામાં આવ્યું હતું. એક  વ્યક્તિ દાયકાઓથી અમેરિકાના ગુપ્તચરોને માહિતી આપે છે અને તે પુતિનને પણ સરળતાથી મળી શકતી હતી તેમજ તેણે રશિયન નેતાઓના મેજ પર પડેલા ઉચ્ચ સ્તરીય દસ્તાવેજોના ફોટા પણ મોકલ્યા હતા.

પરંતુ એ જાસુસને રશિયામાંથી બહાર ખેંચી કાઢવામાં આવ્યો હતો,એમ અમેરિકાના મોટા ભાગના માધ્યમોએ કહ્યું હતું.રશિયાની ચૂંટણીમાં હદ ઉપરાંતની મધ્યસૃથીની ગંભીરતાનો ઘટસ્ફોટ પછી માધ્યમોના ભય અંગે 2016ના અંત ભાગમાં સીઆઇએ એ શરૂઆતમાં દસ્તાવેજો પ્રકાશિત કરવાની ઓફર કરી હતી.

શરૂઆતમાં તો આ બાતમીદારે પરિવારના મુદ્દાઓને લઇ વાતનો ઇનકાર કર્યો હતો, પરિણામે એવી શંકા ઊભી થઇ હતી કે તે ટબલક્રોસ કરે છે.જાસુસ અંગે માધ્યમોની પૂછપરછ ચાલુ રહેતા મહિનાઓ પછી એજન્ટ થોડો નરમ પડયો હતો.આ બાબતે એક વ્યક્તિ ચર્ચામાં સામેલ હતો તેવું એક વ્યક્તિને ટાંકીને એક છાપાએ લખ્યું હતું. અમેરિકન માધ્યમોના અહેવાલને સીઆઇએ એ નકારી કાઢ્યા હતા.

દરમિયાન ક્રેમલિને કહ્યું હતું કે રશિયન માધ્યમોએ શોધી કાઢેલા અને અમેરિકન જાસુસી સંસૃથાએ જેને  જાસુસ ગણાવ્યો હતો તે વ્યક્તિ કદી પણ પ્રમુખ પુતિન સુધી જઇ શકતી જ નહતી અને તેને કાઢી મૂકવામાં આવ્યો હતો. સૂત્રોને ટાંકીને રશિયાના એક વગદાર છાપાએ સ્ત્રોતોને ટાંકીને એક વ્યક્તિને ઓળખી કાઢી હતી જેને 2017માં રશિયામાંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી.

 ક્રેમલિનના પ્રવકતાએ કહ્યું હતું કે એ વ્યક્તિ પ્રમુખના વહીવટી તંત્રમાં કામ કરતી હતી, પરંતુ થોડા વર્ષો પહેલાં તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તો આ તરફ એક અમેરિકન ચેનલે કહ્યું હતું કે આ જાસુસ દાયકાઓથી માહિતી પુરી પાડતો હતો અને તે છેક પુતિનની ઓફિસ સુધી પણ જઇ શકતો હતો જેના ફોટા પણ એણે પોસ્ટ કર્યા હતા.તેણે રશિયન નેતાના ટેબલ પર ઉચ્ચ સ્તરીય દસ્તાવેજોના ફોટો પણ મોકલ્યા હતા.

READ ALSO

Related posts

ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત

Mansi Patel

ટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ

Pravin Makwana

હવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!