GSTV

વિશ્વ માટે રાહતના સમાચાર: રશિયાની આ કોરોના વેક્સીન થઇ રહી છે સફળ, 85% લોકો પર નથી થઇ કોઈ આડઅસર

રશિયાની કોરોના વાયરસ રસી  Sputnik V ની 85 ટકા લોકો પર કોઈ આડ અસર જોવા મળી નથી. તેને બનાવનાર ગમલેયા રિચર્સ સેન્ડરના હેડ અલેગ્ઝેન્ડર ગિંટ્સબર્ગે સોમવારે આ વિશે જાણકારી આપી છે. અલેગ્ઝેન્ડરે કહ્યુ, વેક્સિનની આડ અસર 15 ટકા લોકો પર જોવા મળી.  Sputnik Vના ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે.

રશિયાની વેક્સિન  Sputnik V થઇ રહી છે સફળ

રશિયાએ ઓગસ્ટમાં પોતાની પ્રથમ કોરોના વાયરસ વેક્સિન  Sputnik V રજીસ્ટર કરાવી હતી. તેને લઈને વિશ્વમાં ખાસ કરીને પશ્ચિમમાં ખુબ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. પશ્ચિમી દેશોએ આરોપ લગાવ્યો હતો કે રશિયા માત્ર વેક્સિનની રેસમાં આગળ નિકળવા માટે ઉતાવળ કરી રહ્યું છે. હકીકતમાં રશિયાએ ત્રીજા તબક્કાની ટ્રાયલ વગર વેક્સિન રજીસ્ટર કરાવી દીધી હતી. તો રશિયાએ કહ્યું હતું કે, તેણે પોતાની જૂની ટેક્નોલોજીનો ઉપયોગ કરી વેક્સિન બનાવી છે તેથી ઝડપથી વિકસિત કરી લીધી છે.

કંપનીને મળ્યા ટ્રાયલમાં સારા પરિણામ

દિમિત્રીવે પશ્ચિમી મીડિયા પર સવાલ કર્યો. તેમણે પૂછ્યુ કે ચિન્પાન્જી adenovirus વેક્ટર પર આધારિત વેક્સિન તૈયાર કરવાના પ્રયાસમાં થનારા ખતરા પર મીડિયા ચુપ કેમ છે. કંપનીએ પહેલા કહ્યું હતુ કે રશિયાની વેક્સિનની ટ્રાયલના પરિણામમાં જાણવા મળ્યું કે, મનુષ્ય adenovirus વેક્ટર mRNA કે ચિન્પાન્જી adenovirus વેક્ટરથી સારી હોઈ શકે છે.

અડેનોવાયરસને કારણે સામાન્ય શરદી થાય

તેના બે ભાગવાળી રસીમાં રીકોમ્બીનેન્ટ હ્યૂમન અડેનોવાયરસ ટાઇપ 26 (આરએડી26-એસ) અને રીકોમ્બિનેન્ટ હ્યૂમન અડેનોવાયરસ ટાઇપ 5 (આરએડી5-એસ) સામેલ છે. અભ્યાસકર્તાઓ પ્રમાણે અડેનોવાયરસને કારણે સામાન્ય શરદી થાય છે. રસીમાં તેને પણ નબળી પાડી દેવામાં આવી છે જેથી તે માનવ કોશિકાઓમાં પ્રતિકૃતિ ન બનાવી શકે અને રોગ પેદા ન કરી શકે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Breaking: કાનપુરના કુલી બજારમાં મોટી દુર્ઘટના, ત્રણ માળની ઈમારત થઈ ધરાશાયી, કેટલાય લોકો દટાયા હોવાની શક્યતા

Pravin Makwana

VIP રોડ પર VIP નેતાઓનો અકસ્માત/ મુખ્યમંત્રીની ગાડીના કાફલાનો પૂર્વ મુખ્યમંત્રીની ગાડીના કાફલા સાથે થયો અકસ્માત

Pravin Makwana

17 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર દિલ્હીમાં પડી આટલી ઠંડી, દેશના આ વિસ્તારોમાં પણ પડશે ભયંકર ઠંડી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!