GSTV

કોરોના / 2 મહિનામાં જ ભારતમાં આવી જશે કોરોનાની રસી : 10 કરોડ લોકોને પ્રથમ તબક્કામાં અપાશે, સૌથી મોટી ખુશખબર

ભારતમાં વકરતા કોરોના વચ્ચે એક ખુશખબર આવી છે. ડો. રેડ્ડીઝ લેબે ભારતમાં કોરોનાની 10 કરોડ રસી વેચવા માટે રશિયન ઉત્પાદક રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ) સાથે જોડાણ કર્યું છે. આ રસી નવેમ્બર સુધીમાં ભારતમાં આવી શકે છે. આ સમાચાર આવ્યા પછી બીએસઈ પર ડો. રેડ્ડીનો શેર રૂ .181 ની મજબૂતી સાથે 4624.45 પર પહોંચ્યો. સમાચાર અનુસાર, આરડીઆઈએફે ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ અને વિતરણ માટે રશિયાની ડો. સ્પુટનિક વી. રસી માટે ડો. રેડ્ડી લેબોરેટરી સાથે કરાર કર્યો છે. ભારતમાં કરાર મુજબ રશિયન કંપની રેડ્ડીઝને 100 મિલિયન રસી પહોંચાડશે.

નવેમ્બરમાં ભારતમાં ઉપલબ્ધ થશે

આરડીઆઇએફના સીઈઓ કિરીલ દિમિત્રીવે એક નિવેદનમાં જણાવ્યું છે કે જો ટ્રાયલ સફળ થાય તો નવેમ્બર સુધીમાં આ રસી ભારતમાં મળી જશે. તેમણે કહ્યું કે ડો. રેડ્ડીઝ રશિયામાં લગભગ 25 વર્ષથી વ્યવસાયિક હાજરી ધરાવે છે અને એક મોટી ભારતીય કંપની છે. તેમણે દાવો કર્યો હતો કે હ્યુમન એડેનોવાયરસ ડ્યુઅલ વેક્ટર પ્લેટફોર્મ પર આધારિત રશિયન રસી ભારતમાં કોવિડ -19 સામે સલામત લડતમાં મદદ કરશે. તેમણે કહ્યું કે છેલ્લા એક દાયકામાં રશિયામાં માનવ એડેનોવાયરસ ડ્યુઅલ વેક્ટર પ્લેટફોર્મની લગભગ 250 ક્લિનિકલ ટ્રાયલ્સ કરવામાં આવી છે અને કોઈ સંભવિત નકારાત્મક પરિણામો જોવા મળ્યા નથી.

ભારતમાં તબક્કા 3નું પરીક્ષણ કરવામાં આવશે

ડો. રેડ્ડીઝના મેનેજિંગ ડિરેક્ટર જી.વી.પ્રસાદે કહ્યું, ‘આ રસીનો પ્રથમ તબક્કો અને ફેઝ 2 પરીક્ષણ સફળ રહ્યું છે અને હવે અમે ભારતમાં તેના ત્રીજા તબક્કાની તપાસ કરીશું, જેથી જરૂરી નિયમનકારી શરતો પૂરી થાય. નોંધપાત્ર વાત એ છે કે, વિશ્વની પ્રથમ કોરોના રસી 11 ઓગસ્ટના રોજ રશિયામાં શરૂ કરવામાં આવી હતી, તેનું નામ સ્પુટનિક રસી છે. આ રસીનું પરીક્ષણ ફક્ત તબક્કો 1 અને તબક્કો 2 માં કરાયું છે. ભારતમાં ત્રીજા તબક્કાનું સફળ પરીક્ષણ કરાશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે જોડાયેલા દૂનિયાના જાણીતા સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડેવિડે નાબ્રેરોએ કહ્યું છે કે, કોરોના મહામારી હજું તેના શરૂઆતના સમયમાં છે. ડેવિડના જણાવ્યાં પ્રમાણે કોરોનાની બીજી લહેર આવવાની આશંકાને ટાળી નથી શકાતી અને તે ઘણી ખતરનાક સ્થિતિ  ઉત્પન્ન કરી શકે છે.

એક રિપોર્ટ પ્રમાણે સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડેવિડે નાબ્રરોએ જાણકારી બ્રિટનના સંસદના હાઉસ ઓફ કોમન્સ ફોરેન અફેયર્સ કમિટિને જણાવી છે. હાલ તો કોરોના વાયરસને ચિંતા મુક્ત થવાની મોટું નુકશાન આવી શકે છે. ડેવિડે કહ્યું છે કે, આ સમય રાહતનો શ્વાસ લેવાનો નથી પરંતુ આવનારી મોટી તબાહી માટે તૈયાર રહેવાનો છે. ડેવિડ નાબ્રરો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વિશેષ પ્રતિનિધિ છે અને બ્રિટનના પ્રતિષ્ઠિત ઈંપેરિયલ કોલેજ લંદન ઈન્સ્ટીટ્યુટ ઓફ ગ્લોબલ હેલ્થ ઈનોવેશનના કો-ડાયરેક્ટર પણ છે. ડેવિડે ખાસકરીને યુરોપને લઈને કહ્યું છે કોરોનાની બીજી લહેર આવવાથી પરિસ્થિતિ બગડી શકે છે. ડેવિડે બ્રિટનના સાંસદને જણાવ્યું છે કે, કોરોના વાયરસ બેકાબું થઈ ગયો છે. એ માટે વૈશ્વિક ઈકોનોમીમાં માત્ર મંદી છવાઈ છે. તેમજ કોઈ સાઈન્સ ફિક્શન મુવી કરતા પણ ખરાબ સ્થિતિ છે.

WHOના વિશેષ પ્રતિનિધિ ડેવિડ નાબ્રરોએ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોના દાવાને નકારી કાઢ્યો છે કે ચીન તરફથી WHO પ્રમુખને ખરીદવામાં આવ્યાં છે. એ માટે સંગઠન કોરોના મહામારી ઉપર કોઈ પણ પ્રકારના પગલા ઉપાડતી નથી. ડેવિડે કહ્યું છે કે, વાયરસના કારણે અર્થવ્યવસ્થાને એટલું નુકશાન થયું છે કે, ગરીબોની સંખ્યાં બમણી થઈ શકે છે. તેણે કહ્યું કે, આપણે હજું મહામારીની વચ્ચે નથી પહોચ્યા, પરંતુ આ તો હજું શરૂઆત છે.

સૌથી પહેલા WHO પ્રમુખ ડો. ટેડ્રોસ એડનોમ ગેબ્રિયેસસે કહ્યું કે, દૂનિયાના તમામ દેશો કોરોના નાબુદી માટે ખોટી દીશામાં જઈ રહ્યાં છે. ડો. ટેડ્રોસે કહ્યું કે, કોરોના વાયરસના સંક્રમણના નવા કેસ વધી રહ્યાં છે. તેનાથી સાબિત થઈ રહ્યું છે કે, જે ઉપાયની વાત કરવામાં આવી રહી છે તેનું પાલન થઈ રહ્યું નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે, જો કડક પગલા ઉઠાવવામાં નહીં આવે તો કોરોના વાયરસની મહામારી બદ કરતા બદતર થતી જશે. ઉત્તરી અને દક્ષિળી અમેરિકા આ મહામારીની ચપેટમાં અત્યારે ગંભીર રીતે પ્રભાવિત થયું છે. અમેરિકામાં સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અને રાષ્ટ્રપતિ ટ્રમ્પમાં ચાલી રહેલા તણાવની વચ્ચે સંક્રમણના નવા કેસો સતત વધી રહ્યાં છે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!