GSTV

રશિયન સેનાનાં કેડેટ્સે ગાયુ ‘એ વતન એ વતન’ તેજીથી થઈ રહ્યો છે વીડિયો વાયરલ

ટ્વીટર પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમુક લોકો ફિલ્મ “શહીદ”નું ગીત”એ વતન” ગાતા દેખાઈ રહ્યા છે. રસપ્રદ વાતતો એછેકે, આ લોકો બીજા કોઈ નહિ પરંતુ રશિયન સેનાનાં કેડેટ્સ છે જે એક જ સુરમાં ‘એ વતન, એ વતન હમકો તેરી કસમ તેરી રાહોમાં જાં તક લુટા જાએગેં’ ગાતા દેખાઈ રહ્યા છે.

મોહમ્મદ રફી દવારા ગાવામાં આવેલું આ ગીત ‘એ વતન… 1965’માં રિલીઝ થયુ હતુ. વીડિયો જોઈને એક ટ્વીટર યૂઝરે લખ્યુ આ ગીતે મારો દિવસ બનાવી દીધો. રશિયન સેનાનાં જવાન ‘એ વતન એ વતન‘ ગાઈ રહ્યા છે. વીડિયોમાં બ્રિગેડિયર રાજેશ પુષ્કર પણ દેખાઈ રહ્યા છે, જે મોસ્કો સ્થિત ભારતીય એમ્બેસીમાં સેનાના સલાહકાર છે. એક અન્યએ ટિપ્પણી કરી, લાજવાબ રશિયન લોકો ભારતીય દેશભક્તિ ગીત’ એ વતન’ ગાઈ રહ્યા છે. બીજે લખ્યુ, રશિયા આઝાદી બાદથી ભારતનો સાચો સાથી દેશ છે. તેનું સમર્થન મેળવી આનંદિત છે.

આની પહેલાં સપ્ટેમ્બરમાં પણ અમેરિક સૈનિક મથક લેવિસ મેકોર્ડમાં ભારત અને અમેરિકાની સેનાઓ સંયુક્ત યુદ્ધભ્યાસ કરી રહી હતી. ત્યારે યુદ્ધાભ્યાસનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં બંને દેશોના સૈનિકો અસમ રેજીમેન્ટના માર્ચટિંગ સોંગ” બદલૂરામ કા બદન જમીન કે નીચે હે પર હમકો ઉસકા રાશન મિલતા હે” પર નાચી રહ્યા છે. 5 સપ્ટેમ્બરે શરૂ થયેલું યુદ્ધાભ્યાસ 18 સપ્ટેમ્બર સુધી ચાલ્યુ હતુ.

ઉલ્લેખનીય છેકે, ભારત અને અમેરિકાની વચ્ચેનું સૌથી મોટું યુદ્ધાભ્યાસ હતુ. આ યુદ્ધાભ્યાસ એક વર્ષ ભારતમાં તો બીજા વર્ષે અમેરિકામાં આયોજીત થાય છે. બંને સેનાઓ તરફથી રજૂ કરાયેલાં વીડિયોમાં સૈનિકો પગ હલાવતા તાલીઓ પાડી રહ્યા છે અને ગીત ગાઈ રહ્યા હતા.

READ ALSO

Related posts

હેલ્થ ટિપ્સ / આ ફૂડ કોમ્બિનેશન બની શકે છે તમારા શરીર માટે જીવલેણ, ભૂલથી પણ ના કરતા ટ્રાય નહીંતર…

Zainul Ansari

કામનું / ચાલતી ટ્રેનમાંથી મોબાઇલ ફોન બહાર પડી જાય તો આવી રીતે મેળવી શકો છો પરત, ભૂલથી પણ ચેઇન પુલિંગ ન કરતા

Zainul Ansari

વાઇરલ વિડીયો / લગ્નમાં ડાન્સ કરતી વખતે આ દુલ્હા-દુલ્હન ધડામ કરતા પડી ગયા, વીડિયો જોઇને હસીને લોટપોટ થઈ ગયા લોકો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!