GSTV
Home » News » રશિયા ભારતને ટૂંક સમયમાં ડિફેન્સ સિસ્ટમ સોંપશે, પ્રથમ ચૂકવણું કરાયું

રશિયા ભારતને ટૂંક સમયમાં ડિફેન્સ સિસ્ટમ સોંપશે, પ્રથમ ચૂકવણું કરાયું

ભારત અને રશિયા વચ્ચે એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના કરારો થયા હતા, ટુંક સમયમાં આ સિસ્ટમ ભારતને મળશે. ભારતે રશિયાને આ ડીલ માટે 850 મિલિયન ડોલરની ચૂકવણી કરી દીધી છે. જોકે આ રકમ કુલ રકમના 15 ટકા છે. એટલે કે હજુ પણ વધુ ચુકવણુ કરવામાં આવશે.  આ ડિફેન્સ ડીલ ન કરવા માટે અમેરિકાએ ભારત પર ઘણા સમય સુધી દબાણ રાખ્યું હતું. જોકે ભારતે સ્પષ્ટતા કરી દીધી હતી કે દેશના સંરક્ષણને લઇને કોઇ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે.

સપ્ટેમ્બર મહિનામાં જ અમેરિકાએ જે પ્રતિબંધો લગાવ્યા છે તેને બાજુમાં રાખીને બન્ને દેશોએ આ માટે એક વિશેષ માળખાની રચના કરી હતી. દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને પણ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે રશિયા ભારતને એસ-400 ડિફેન્સ સિસ્ટમને સમયસર પહોંચતી કરવા માટેનો પ્લાન તૈયાર કરી રહ્યંુ છે.

ભારતે આ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની જાહેરાત 2015માં જ કરી દીધી હતી, જ્યારે ગયા વર્ષે રશિયાના પ્રમુખ પુતિન ભારત આવ્યા ત્યારે ડીલને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. બન્ને દેશો વચ્ચે થયેલી ડીલ મજૂર ભારત આ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે રશિયાને 5.43 બિલિયન ડોલર ચુકવશે. હાલ 15 ટકા લેખે આશરે 850 મિલિયન ડોલર ચુકવી દીધા છે.

આ ડિફેન્સ સિસ્ટમથી દુશ્મન દેશો દ્વારા જે હુમલા કરવામાં આવશે તેનાથી રક્ષણ કરવામાં મદદ મળી શકશે.  આ પહેલા જુલાઇ મહિનામા અમેરિકાએ એવી ચીમકી આપી હતી કે જો ભારત રશિયા પાસેથી આ ડિફેન્સ સિસ્ટમની ખરીદી કરશે તો તેની અસર અમેરિકા સાથેના સંબંધો પર થઇ શકે છે.

અમેરિકાની આ ધમકીઓને પગલે પણ ભારતે જે ચુકવણુ કર્યું છે તેની જાહેરાત ન કરી હોવાના અહેવાલો છે. જ્યારે બીજી તરફ પુતિને જાહેરમાં કહી દીધુ હતું કે અમે ભારતને આ ડિફેન્સ સિસ્ટમને જે સમય નક્કી થયો હતો તે મૂજબ જ આપી દઇશું. આ વર્ષે જૂન મહિનામાં જ વિદેશી બાબતોના પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે ભારત પોતાના હિતને ધ્યાનમાં રાખીને આ ડીલને આખરી ઓપ આપશે.

READ ALSO

Related posts

સરકારે પાસ કરેલા ખરડાની વિરુદ્ધમાં લોકો નદીના પાણીમાં કરી રહ્યા છે પ્રદર્શન

Pravin Makwana

બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે એનઆરસીને લઇને ફરી સ્ટેન્ડ કર્યું ક્લિયર, જેડીયું નહીં આપે સાથ

Nilesh Jethva

‘લગ્ન પહેલાં ન કરો સેક્સ’, ટીનએજરને ચસકો લાગતાં સરકાર ગભરાઈ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!