હાલમાં જ રશિયાના સુખોઈ-૨૭ યુદ્ધ વિમાન અને અમેરિકાના ડ્રોન એમક્યુ-૯ વચ્ચે ટક્કરની ઘટના બની હતી. આ ટક્કરમાં સામેલ સુખોઈ-૨૭ ફાઈટર જેટના પાયલોટોને રશિયાનું રક્ષા મંત્રાલય રાજ્કીય પુરસ્કારથી સમ્માન આપશે. આ જાહેરાત રશિયાના રક્ષા મંત્રાલયે શુક્રવારે કરી હતી.

અમેરિકાની સેનાએ શુક્રવારે રશિયાના સુખોઈ-૨૭ ફાઈટર જેટની અમેરિકી ડ્રોન એમક્યુ-૯ વચ્ચેની ટક્કરનો ૪૨ સેકન્ડનો વીડિયો જાહેર કર્યો હતો. અમેરિકાની સેનાના મતે, રશિયાના બે સુખોઈ-૨૭ દ્વારા તેના ડ્રોન ઉપર ઈંધણ છાંટવામાં આવ્યું હતું. ત્યારબાદ, અમેરિકાનું એમક્યુ-૯ ડ્રોન દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું.
અમેરિકી સેનાના નિવેદનથી વિપરીત રશિયાની સેનાના જણાવ્યા અનુસાર, તેમણે ડ્રોન પર કોઈપણ પ્રકારનો હુમલો કર્યો નથી. પરંતુ, અનેક દાવપેચો બાદ ડ્રોન સમુદ્રમાં પડી ગયું હતું. આ સાથે જ રશિયાએ યુક્રેન યુદ્ધ બાદ તેના દ્વારા ઘોષિત કરવામાં આવેલા નો ફ્લાઈ ઝોનનું અમેરિકા દ્વારા ઉલ્લંઘન કરાયું હોવાનુંકહ્યું હતું.
આ ઘટના બાદ અમેરિકા અને રશિયાના ટોચના સૈન્ય અધિકારીઓ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ વાતચીતને બંને દેશો વચ્ચેના ટકરાવને ટાળવા માટે અતિ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં બંને દેશોના સૈન્ય અધિકારીઓ વચ્ચે મંત્રણા થઈ હતી.
READ ALSO
- વધુ એક કૌભાંડ! જામનગરમાંથી કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું, DDGIએ નોટીસ ફટકારી
- BREAKING / અમદાવાદ: કિરણ પટેલની પત્ની માલિનીની ધરપકડ, મકાન પચાવી પાડી છેતરપીંડી કર્યાની નોંધાઈ હતી ફરિયાદ
- BREAKING / તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 20ના મોત-29 ઈજાગ્રસ્ત
- Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ
- Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ