GSTV
Home » News » રશિયા : પુતિનનું અપમાન બરદાશ્ત નહીં કરાય, સીરિયામાં યુધ્ધના પડઘમ

રશિયા : પુતિનનું અપમાન બરદાશ્ત નહીં કરાય, સીરિયામાં યુધ્ધના પડઘમ

અમેરિકા ફ્રાંસ અને બ્રિટન દ્વારા સીરિયામાં શરૂ કરાયેલા હવાઈ હુમલા બાદ રશિયાએ આના પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે. રશિયામાં અમેરિકાના રાજદૂત એનાટોલી એનટોનોવે હવાઈ હુમલા પર નિવેદન આપતા કહ્યુ છે કે ભયાનક આશંકાઓ સાચી સાબિત થઈ છે. રશિયન દૂતાવાસે રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનનું અપમાન બરદાશ્ત નહીં હોવાનું પણ જણાવ્યું છે.

ગૃહયુદ્ધની આગમાં સળગી રહેલા સીરિયામાં મિસાઈલ અને હવાઈ હુમલા શરૂ થઈ ગયા છે. સીરિયામાં કેમિકલ હુમલાના જવાબમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિસાઈલ હુમલાના આદેશ આપવાની સાથે જ લશ્કરી કાર્યવાહી શરૂ કરાઈ છે. બ્રિટન અને ફ્રાંસે પણ અમેરિકાને સાથ આપ્યો છે. તેની સાથે જ સીરિયાના રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદે ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે સારી આત્માઓને દબાવી શકાશે નહીં.

સીરિયામાં હુમલાના એલાનની સાથે દમિશ્કની નજીક વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. અમેરિકાએ કાર્યવાહીમાં યુદ્ધવિમાનો અને યુદ્ધજહાજોનો પણ ઉપયોગ કર્યો છે. આ હુમલામાં ઘણાં પ્રકારના બોમ્બનો ઉપયોગ થઈ રહ્યો છે. રશિયાએ અમેરિકાની મિસાઈલો તોડી પાડવાની ચેતવણી આપી છે. જેને કારણે સીરિયામાં મહાસત્તાઓ વચ્ચેનો તણાવ એક વૈશ્વિક સમસ્યાને વધુ ડખોળનારી સાબિત થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

એક તરફ અમેરિકા સીરિયામાં બીજી વખત કેમિકલ વેપન્સના ઉપયોગનો આરોપ લગાવી રહ્યું છે. તો બ્રિટનના વડાંપ્રધાન થેરેસા મેએ કહ્યું છે કે સીરિયામાં હુમલો કરવા સિવાય કોઈ વિકલ્પ બાકી બચ્યો ન હતો. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં સીરિયાના ડૂમામાં કેમિકલ એટેક કરવામાં આવ્યો હતો અને તેના કારણે બાળકો અને મહિલાઓ સહીત પાંચસો લોકો અસરગ્રસ્ત બન્યા હતા. આ હુમલાની આખી દુનિયામાં ટીકાઓ થઈ હતી. અમેરિકા દ્વારા રશિયા, ઈરાન અને સીરિયાના રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદ પર આરોપ લગાવ્યા હતા.

અમેરિકાના જોઈન્ટ ચીફ્સ ચેરમેન જનરલ જોસેફ ડુનફોર્ડનું કહેવું છે કે રશિયાના સુરક્ષાદળો સાથે ટકરાવનું જોખમ ઓછું હોય તેવા સીરિયન સરકારના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસે પણ કહ્યુ છે કે સીરિયાની સરકારે છેલ્લા કેમિકલ એટેક બાદની ચેતવણીમાંથી કોઈ બોધપાઠ લીધો નથી. તેને કારણે આકરું પગલું ઉઠાવવું પડયું છે.

જો કે સીરિયાની આગ વિશ્વને દઝાડે તેવી સંભાવનાઓ આકાર લઈ રહી છે. સીરિયા દ્વારા અમેરિકાની મિસાઈલોને તોડી પાડવાની ચેતવણી આપવામાં આવી છે. રશિયા દ્વારા અમેરિકા સામે આકરા તેવરો અખત્યાર કરવામાં આવ્યા હોવાને કારણે સીરિયાનો તણાવ વૈશ્વિક સ્તરે પણ ઘેરો બને તેવી શક્યતાઓ છે.

અમેરિકામાં રશિયાના દૂતાવાસે કહ્યુ છે કે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનનું અપમાન ક્યારેય સહન કરવામાં નહીં આવે. સીરિયા પર હવાઈ હુમલાથી અમેરિકા અને પશ્ચિમી દેશોના ગઠબંધન તથા રશિયા વચ્ચે ટકરાવની આશંકા વધી ગઈ છે.

રશિયા અને અમેરિકા વચ્ચે કોઈ સૈન્ય ટકરાવ સર્જાવાની સ્થિતિમાં વૈશ્વિક પરિવેશ કલૂષિત થવાની અને તેના વિશ્વ યુદ્ધમાં ફેરવાય તેવી પ્રબળ શક્યતાઓની આશંકાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાઓ પણ વધી છે.

 

Related posts

દુનિયાના સૌથી મોટા રેન ફોરેસ્ટ અમેઝનમાં લાગી વિકરાળ આગ, અંધારામાં ડૂબ્યું સાઓ પાઓલો શહેર

NIsha Patel

ચિદંબરમના બહાને અસલ મુદ્દા પરથી ધ્યાન ભટકાવી રહી છે મોદી સરકાર : કોંગ્રેસનો આક્ષેપ

Bansari

આ વિડિયો જોઈને તમે પણ કહેશો કે ફ્લોરિડાનાં મગરમચ્છ કંઈપણ કરી શકે છે!

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!