GSTV
News World ટોપ સ્ટોરી

રશિયા-યુએસ/ કાળા સમુદ્રમાં ધાક જમાવવા માગતા અમેરિકાને મળ્યો જડબાતોડ જવાબ, રશિયન ફાઈટર જેટે આવતા ભાગ્યું યુએસનું વિમાન

કાળા સમુદ્રમાં ધાક જમાવવા માગતા અમેરિકાને રશિયાએ જડબાતોડ જવાબ આપ્યો છે. રશિયાની હવાઈ સીમામાં અમેરિકાનું બોઈગ પી-8 પોસાઈડન  ઘૂસતાની સાથે રશિયા એરફોર્સ હરકતમાં આવી હતી.   ત્યારે જોઈએ કાળા સમુદ્રમાં કોણ કોના પર ભારે પડ્યુ તે અંગે જીએસટીવીનો અહેવાલ..

આ છે રશિયાનું સુખોઈ એસયૂ-30 એસએમ યુદ્ધ વિમાન.. જેની ગર્જનાથી અમેરિકાના સૌથી શક્તિશાળી યુદ્ધ વિમાન બોઈગ પી-8 પોસાઈડનને કાળા સમુદ્રમાંથી બહાર જવાની નોબત આવી છે. અમેરિકાનું સર્વેલાન્સ વિમાન બોઈગ પી-8 પોસાઈડન જ્યારે કાળા સમુદ્ર પરથી પસાર થયુ ત્યારે તેનો પીછો રશિયાના સુખોઈ એસયૂ-30 એસએમ દ્વારા કરવામાંઆવ્યો. કેમ કે, અમેરિકાનું આ વિમાન ગેરકાયદેસર રીતે રશિયાની હવાઈ સીમામાં પ્રવેશ્યું હતુ. સમગ્ર ઘટના બાદ રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, 6 જુલાઈના રોજ અમેરિકાનું વિમાન રશિયાની હવાઈ સીમામાં પ્રવેશ્યુ હતુ. તેને રોકવા માટે રશિયાની વાયુસેના સજ્જ બની હતી. 

  • બોઈગ પી-૮ પોસાઈડન
  • ૯૦૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરવા સક્ષમ
  • રડાથી લેસ અને તમામ પ્રકારના જોખમનો સામનો કરવામાં સક્ષમ
  • બોઈગ પી-૮ પોસાઈડનમાં ખતરનાક હારપૂન બ્લોક- મિલાઈલ

અમેરિકાનું આ વિમાન સબમરીન માટે કાળ માનવામાં આવે છે. બોઈગ પી-8 પોસાઈડન એન્ટી સબમરીન અને એન્ટી સરફેસ વોરફેરને અંજામ આપી શકે છે. અમેરિકા બોઈગ પી-8 પોસાઈડનને લાંબી દૂરી માટે ઉપયોગમાં લઈ રહ્યુ છે. બોઈગ પી-8 પોસાઈડન 907 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરે છે. જે રડાથી લેસ અને તમામ પ્રકારના જોખમનો સામનો કરવામાં સક્ષમ છે. બોઈગ પી-8 પોસાઈડનમાં  ખતરનાક હારપૂન બ્લોક- મિલાઈલ અને એમકે-54 જેવા હથિયાર સામેલ છે.

  • અમેરિકાનું સર્વેલાન્સ વિમાન બોઈગ પી-૮ પોસાઈડન
  • કાળા સમુદ્ર પરથી પસાર થયું
  • રશિયાના સુખોઈ એસયૂ-૩૦ એસએમ દ્વારા કરવામાં આવ્યો
  • અમેિરકાનું આ વિમાન ગેરકાયદેસર રીતે રશિયાની હવાઈ સીમામાં પ્રવેશ્યું
  • રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ
  • ૬ જુલાઈના રોજ અમેરિકાનું વિમાન રશિયાની હવાઈ સીમામાં પ્રવેશ્યુ
  • વિમાનને રોકવા રશિયાની વાયુસેના સજ્જ બની

બોઈગ પી-8 પોસાઈડનમાં રોકેટ અને ગોળાબારૂદનું વહન કરવામાં આવે છે.  જે ગંભીર સ્થિતિમાં દુશ્મન દેશની સબમરીનનો ખાતમો બોલાવી શકે છે. બોઈગ પી-8 પોસાઈડનને અમેરિકાની બોઈગ કંપનીએ બનાવ્યુ છે. બોઈંગે 2005માં પહેલી વખત પોસાઈડન-8એ એરક્રાફ્ટની ડિઝાઈન જાહેર કરી હતી.  જે બાદ 117 બોઈગ પી-8 પોસાઈડનને અમેરિકન નેવીમાં સામેલ કરવામાં આવ્યા હતા.  જેથી અમેરિકન નેવીની તાકાતમાં બમણો વધારો પણ થયો છે.

READ ALSO

Related posts

ના હોય! / યુપીમાં ઉંદરની હત્યાના આરોપમા યુવકની ધરપકડ બાદ જામીન પર મુક્તિ, ફોરેન્સિક રિપોર્ટેમાં થયો ચોંકાવનારો ખુલાસો

Kaushal Pancholi

માર્કેટ યાર્ડોમાં મગફળીની ધૂમ આવક, ક્રૂડ સસ્તું થયું છતાં ન તેલ સસ્તું થયું,ન ઈંધણ! સિંગતેલમાં વધુ 20નો વધારો

pratikshah

‘જો પુતિન યુક્રેન યુદ્ધનો અંત લાવવા માંગે તો વાટાઘાટો કરવા તૈયાર’ : મેક્રોન અને બિડેનનું સંયુક્ત નિવેદન

Padma Patel
GSTV