મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે ગુરુવારે કહ્યું કે, ભારતીય કંપનીઓનું રશિયાનાં ક્રૂડ ઓઈલ અને ગેસ ફિલ્ડમાં રોકાણ ઘટી શકે છે.તેનું મુખ્ય કારણ આયાતો પર પ્રતિબંધ અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોથી ભવિષ્યમાં નિવેશનનાં વળતરની ક્ષમતાને અસર કરે તેવી શક્યતા છે.ભારતની જાહેર સાહસની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC), ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (IOL), ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે (BPCL) રશિયામાં તેલ અને ગેસ ઉત્પાદન સંપત્તિમાં રોકાણ કર્યું છે. રેટિંગ એજન્સીએ એક અહેવાલમાં જણાવ્યું છે કે, રશિયા પર આયાત પ્રતિબંધો અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો ભવિષ્યમાં આ સંપત્તિઓમાંથી વળતરને અસર કરી શકે છે.

તેઓનાં અનુસાર, જેનાથી કંપનીઓને નુકસાન થશે. એટલે કે, સંપત્તિ અથવા રોકડ-ઉત્પાદન એકમનું મૂલ્ય તેને પ્રાપ્ત થનારી રકમ દ્વારા ઘટાડવામાં આવશે. બીપી અને શેલ જેવી MNCએ રશિયાના હુમલા બાદ યુક્રેનમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. ભારતીય કંપનીઓએ રશિયામાં કરેલા રોકાણમાંથી પાછા હટવાની જાહેરાત કરી નથી.
મૂડીઝે જણાવ્યું હતું કે, તેલની વર્તમાન કિંમતમાં રોકાણમાં નુકસાન થવાની સંભાવનાં છે. ભારતીય કંપનીઓએ રશિયાના દૂર પૂર્વીય ક્ષેત્રમાં સ્થિત સખાલિન-1 તેલ અને ગેસ ક્ષેત્રમાં 16 અરબ ડોલરનું રોકાણ કર્યું છે.. મૂડીઝે જણાવ્યું હતું કે તેઓને ડિવિડન્ડની ચૂકવણી મેળવવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, પરંતુ કમાણી પર અસર નોંધપાત્ર રહેશે નહીં. મૂડીઝના જણાવ્યા અનુસાર, કંપનીઓને રોકડ નહીં મળે તો પણ તેમના નાણાકીય વ્યવહાર પર કોઈ ખાસ અસર પડશે નહીં.

તમને જણાવી દઈએ કે ગુરુવારે દેશભરમાં ઈંધણના ભાવ સ્થિર છે. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 97.01 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 88.27 રૂપિયા પ્રતિ લિટર પર સ્થિર છે
READ ALSO
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ