GSTV
News World ટોપ સ્ટોરી

Russia Ukraine War: રશિયાએ આ એક વ્યક્તિના બદલામાં યુક્રેનના 215 કેદીઓને છોડ્યા, જાણો શું છે મોસ્કોની મજબૂરી

Exchange Of Prisoners: યૂક્રેને રૂસના એક કેદીને છોડવાની ગુરૂવારે વહેલી સવારે જાહેરાત કરી અને તેના બદલામાં યૂક્રેનના તે સેંકડો સૈનિકોને મુક્ત કરાવવામાં આવ્યા છે જેમણે રૂસના હુમલા દરમિયાન મારિયુપોલમાં એક ઈસ્પાત સંયંત્રની રક્ષા કરી હતી. યૂક્રેન ઘણા મહિનાઓથી આ કેદીઓને મુક્ત કરાવવાના પ્રયાસ કરી રહ્યું હતું અને તેના બદલામાં તેઓ જે કેદીને છોડશે તે રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો એક સહયોગી છે.

યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કીએ કહ્યું કે તેમની સરકારે રૂસના કબ્જામાંથી 215 યૂક્રેની નાગરિકો અને વિદેશીઓને મુક્ત કરાવી લીધા છે. તેમણે કહ્યું કે તેમાંથી ઘણા એવા સૈનિક અને અધિકારી છે જેમને રૂસના કબ્જાવાળા ક્ષેત્રમાં મોતની સજા મળી હતી. રૂસી અધિકારીઓએ હાલ કેદીઓની આ અદલા-બદલી પર કોઈ ટિપ્પણી નથી કરી.

કોણ છે મેદેવેદચુક?

રૂસ સમર્થિક વિપક્ષી નેતા વિક્ટર મેદેવેદચુકના બદલામાં કુલ 200 યૂક્રેની કેદીઓને છોડવામાં આવશે. મેદેવેદચુક યૂક્રેની નાગરિક છે. કુલીન વર્ગમાંથી આવનારા 68 વર્ષીય મેદવેદચુક 24 ફેબ્રુઆરીએ રૂસના આક્રમણથી ઘણા દિવસો પહેલા યૂક્રેનમાં નજરબંધીમાંથી ફરાર થઈ ગયા હતા પણ તેમને એપ્રિલમાં ફરીથી પકડી લેવામાં આવ્યા. તેમને રાજદ્રોહ તેમજ પૂર્વી યૂક્રેનમાં રૂસ સમર્થિત દોનેત્સ્ક વિસ્તારમાં કોલસા ખરીદવામાં એક આતંકવાદી સંગઠનની સહાયતા કરવાના આરોપો પર આજીવન કેદની સજા ફટકારી હતી.

મેદેવેદચુકની સૌથી નાની દીકરી પુતિનની નજીકની માનવામાં આવે છે. તેમને કસ્ટડીમાં લીધા બાદ મૉસ્કોના અધિકારીઓએ તીખી પ્રતિક્રિયા આપી હતી. મેદેવેદેચુક યૂક્રેનની રૂસ સમર્થિત ‘ઑપોજિશન પ્લેટફૉર્મ-ફૉર લાઈફ’ પાર્ટીની રાજનીતિક પરિષદના પ્રમુખ છે. આ યૂક્રેનની સંસદમાં સૌથી મોટો વિપક્ષી સમૂહ છે. સરકારે પાર્ટીની પ્રવૃત્તિને સસ્પેન્ડ કરી દીધી છે.

જેલેન્સ્કીએ કહ્યું કે કેદીઓની એક અન્ય અદલા બદલીમાં યૂક્રેને 55 રૂસી કેદીઓને છોડવાના બદલામાં પાંચ વધુ નાગરિકોને મુક્ત કરાવ્યા છે.

યૂએનએ કર્યું કેદીઓની અદલા-બદલીનું સ્વાગત

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંતોનિયો ગુતારેસે કેદીઓની અદલા-બદલીનું સ્વાગત કરતા કહ્યું કે આ ‘કોઈ નાની ઉપલબ્ધિ નથી’. તેમણે કહ્યું, ‘યૂક્રેનમાં યુદ્ધથી થયેલી પીડાને ઓછી કરવા માટે હજી ઘણુંબધું કરવાનું બાકી છે.’

જેલેન્સ્કીએ કહ્યું કે રૂસના કબ્જામાંથી મુક્ત કરાવવામાં આવેલા ઘણા સૈનિક યૂક્રેનની અજોવ રેઝીમેન્ટના છે અને તેમણે એમને નાયક ગણાવ્યા.

READ ALSO

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

અમદાવાદીઓ ધ્યાન આપો / પીએમ મોદીના કાર્યક્રમ સમયે શહેરના આ રસ્તાઓ થોડા કલાકો માટે રહેશે બંધ

Hemal Vegda

Drone Show / 36મી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટનની પૂર્વ  સંધ્યાએ 600 ડ્રોનનો અદ્ભૂત ડ્રોન-શો યોજાયો, જુઓ રોમાંચક વિડીયો

Hemal Vegda
GSTV