GSTV
News Trending World

રશિયાને વધુ એક ઝાટકો! Googleએ ઉડાવ્યા Android યુઝર્સના હોશ, આ સેવાઓ પર લગાવી દીધી રોક

છેલ્લા 18 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના હુમલાથી સમગ્ર દુનિયા ભયમાં છે. તમામ દેશો દુનિયા પર કોઈના કોઈ કાર્યવાહી કરી રહ્યું છે અને મોટી-મોટી કંપનીઓ પોતાની કેટલીક સેવાઓ પર રશિયામાં રોક પણ લગાવી ચુકી છે. ગૂગલે હાલમાં જ કેટલાક એલાન કર્યા છે જેમાં રશિયાના એન્ડ્રોઇડ યુઝર્સને મોટો ઝાટકો મળ્યો છે.

લોન

ગૂગલે રશિયાને આપ્યો મોટો ઝટકો

પોતાના સત્તાવાર નિવેદનમાં, ગૂગલે કહ્યું છે કે પેમેન્ટ સિસ્ટમમાં અવરોધોને કારણે, Google Playએ રશિયન વપરાશકર્તાઓ માટે તેની બિલિંગ સિસ્ટમને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. ગૂગલે સ્પષ્ટતા કરી છે કે રશિયામાં એન્ડ્રોઇડ યુઝર્સ એપ્સ અને ગેમ્સ ખરીદી શકશે નહીં અને સબસ્ક્રિપ્શન પેમેન્ટ પણ કરી શકશે નહીં. ઉપરાંત, રશિયામાં વપરાશકર્તાઓ ગૂગલ પ્લે સ્ટોરની મદદથી ડિજિટલ સામાનની ઇન-એપ ખરીદી કરી શકશે નહીં. તમને જણાવી દઈએ કે ફ્રી એપ્સ હજુ પણ ઉપલબ્ધ રહેશે.

ગૂગલે આ બાબતોનો ખુલાસો કર્યો

જાહેરાતમાં, ગૂગલે એમ પણ કહ્યું છે કે જે વપરાશકર્તાઓએ પહેલાથી જ ગૂગલ પ્લે સ્ટોર દ્વારા સબસ્ક્રિપ્શન લીધું છે, તેમના સબ્સ્ક્રિપ્શન્સ રિન્યુ કરવામાં આવશે નહીં પરંતુ તે રદ કરવામાં આવશે. જો કે, જો રશિયન Android વપરાશકર્તાઓએ એક મહિના અથવા એક વર્ષ માટે સબ્સ્ક્રાઇબ કર્યું હોય, તો તેમને વર્તમાન બિલિંગ અવધિ પૂર્ણ કરવાની તક આપવામાં આવશે.

ગૂગલે એમ પણ કહ્યું છે કે પરિસ્થિતિ સતત બદલાઈ રહી છે અને આવી સ્થિતિમાં યુઝર્સે ગૂગલના દરેક અપડેટ પર નજર રાખવી જોઈએ.

Read Also

Related posts

રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા

Hardik Hingu

IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ

Hardik Hingu

નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા

GSTV Web News Desk
GSTV