GSTV
News World

યુદ્ધમાં રશિયા પર પ્રતિબંધો લાદવાનું ચાલુ, ઈન્ટરનેટ પ્રદાતા કોજેન્ટ કોમ્યુનિકેશન્સે રશિયામાં સેવા કરી સ્થગિત

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ટેક્નોલોજી કંપનીઓ રશિયા પર વિવિધ પ્રતિબંધો લાદી રહી છે. ફેસબુકની કંપની મેટા, માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર, એપલ અને ગૂગલ જેવી કંપનીઓએ રશિયામાં ઘણી સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કોજેન્ટ કોમ્યુનિકેશન્સે રશિયામાં પ્રતિબંધ મૂક્યો છે.

શું છે કોજન્ટ કોમ્યુનિકેશન્સ

કોજન્ટ કોમ્યુનિકેશન્સને ઇન્ટરનેટ બેકબોન તરીકે કાર્ય કરે છે. કોજેન્ટ કોમ્યુનિકેશન્સ રશિયા સહિત વિશ્વના ઘણા મોટા ભાગોમાં ઇન્ટરનેટ પ્રદાન કરવાનું કામ કરે છે. યુક્રેન પર રશિયાના હુમલાના જવાબમાં કોજેન્ટ કોમ્યુનિકેશને રશિયામાં તેની સેવા બંધ કરી દીધી છે. એક ન્યુઝ પોર્ટલના અહેવાલ મુજબ યુએસ સ્થિત આ કંપની વિશ્વની સૌથી મોટી ઈન્ટરનેટ પ્રોવાઈડર કંપનીઓમાંથી એક છે. રશિયાની ઘણી હાઇ-પ્રોફાઇલ કંપનીઓ સાથે, આ કંપની 50 થી વધુ દેશોમાં તેની સેવા પ્રદાન કરે છે.

કંપની શું કહે છે?

રશિયન ગ્રાહકોએ કંપનીએ સેવા બંધ કરવાના કારણો તરીકે “આર્થિક પ્રતિબંધો” અને “સુરક્ષા પરિસ્થિતિમાં ઊભી થતી અનિશ્ચિતતા” નો ઉલ્લેખ કર્યો છે. એક અહેવાલો અનુસાર કોજેન્ટ કોમ્યુનિકેશન્સે EU પ્રતિબંધને ધ્યાનમાં રાખીને રશિયન ગ્રાહકો સાથેના તેના કરાર સમાપ્ત કર્યા છે.

સેવા બંધ કરવાથી શું અસર થશે?

એકવાર રશિયામાં કોજન્ટની સેવા બંધ થઈ જાય પછી આ પ્રદેશમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી ધીમી થઈ જશે. પરંતુ તે સંપૂર્ણપણે બંધ નહીં થાય. આ પછી કોજેન્ટ કોમ્યુનિકેશન્સના ગ્રાહકોનો બોજ અન્ય પ્રોવાઈડર્સ પર પણ પડશે. જેનાથી ઈન્ટરનેટની સ્પીડમાં ઘટાડો થશે. પરંતુ અત્યારે એવી કોઈ માહિતી નથી કે અન્ય સેવા પ્રદાતાઓ પણ રશિયામાં તેમની સેવા બંધ કરશે કે નહીં. કોજન્ટ કોમ્યુનિકેશન્સના આ નિર્ણયની ડિજિટલ અધિકાર કાર્યકરોએ ટીકા કરી છે. કાર્યકર્તાઓનું કહેવું છે કે આનાથી રશિયન નાગરિકોને હુમલા અંગે સચોટ માહિતી મળી શકશે નહીં.

રશિયાએ પહેલાથી જ સોશિયલ મીડિયાની ઍક્સેસ મુશ્કેલ બનાવી દીધી છે

એક અહેવાલ મુજબ, રશિયામાં સરકારે પહેલાથી જ સામાન્ય નાગરિકો માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટી મુશ્કેલ બનાવી દીધી છે. તેઓ સોશિયલ મીડિયા અથવા અન્ય પ્લેટફોર્મ પરથી માહિતી મેળવી શકતા નથી. રશિયાએ શુક્રવારે “ફેક ન્યૂઝ” પર પ્રતિબંધ મૂકવા માટે નવો કાયદો પસાર કર્યો, જેના કારણે ફેસબુક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રશિયાએ વિકિપીડિયાને બ્લોક કરવાની ધમકી આપતા ટ્વિટરની ઍક્સેસ પણ બ્લોક કરી દીધી છે.

READ ALSO:

Related posts

પાકિસ્તાનમાં ખાવાના ફાંફા,  લોટની ચોરી રોકવા માટે કલમ 144 લાગુ 

Padma Patel

ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો, ICMRનો ખુલાસો 

Padma Patel

લો બોલો!, પાકિસ્તાનમાં ગધેડાઓ વધ્યા, અર્થવ્યવસ્થામાં માણસો કરતા તેમની મહેનત વધારે!

Padma Patel
GSTV