GSTV

યુદ્ધના ભણકારા / રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ, US ઇન્ટેલિજન્સે વ્યક્ત કરી આશંકા

Last Updated on November 24, 2021 by Zainul Ansari

દુનિયામાં ફરી એક વખત યુદ્ધના ભણકારા સંભળાઇ રહ્યા છે. US ઇન્ટેલિજન્સે કહ્યું કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે. આખરે શા માટે રશિયા અને યુક્રેન વચ્ચે જામ્યો છે યુદ્ધનો માહોલ?

રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષમાં જલદી જ હિંસક બની શકે છે. અમેરિકન ઇન્ટેલિજન્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયા જલદી જ યુક્રેન પર હુમલો કરી શકે છે અને તેણે તેના માટે મોટા પ્રમાણમાં તૈયારીઓ કરી લીધી છે. રિપોર્ટ અનુસાર રશિયાની સેના જુદાં જુદાં લોકેશન પરથી યુક્રેન સામે સૈન્ય કાર્યવાહી કરી શકે છે. તાજેતરમાં જ અમેરિકનાઓ આ બીજો રિપોર્ટ છે. જેમાં આ પહેલાંના રિપોર્ટમાં રશિયાએ એવું કહેતા નકાર્યો હતો કે અમેરિકા તેની વિરુદ્ધ ખોટી રીતે નિવેદનબાજી કરી રહ્યું છે.

અમેરિકન ઇન્ટેલિજન્સના ઈનપુટ બાબતે બ્લૂમ્બર્ગે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. જે મુજબ અમેરિકાએ પોતાના સહયોગી નાટો દેશોને ગુપ્ત માહિતીની સાથે સાથે કેટલાક નકશાઓ પણ ઉપલબ્ધ કરાવ્યા છે. જેના દ્વારા જાણી શકાય છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ઈરાદાઓ યુક્રેન પર હુમલો કરવાના છે. માનવામાં આવી રહ્યું છે કે પુતિન આગામી વર્ષે સૈન્ય કાર્યવાહીના આદેશ આપી શકે છે. અલગ-અલગ જગ્યાએથી હુમલો કરવામાં આવી શકે છે ઇન્ટેલિજન્સના ઈન્પુટ મુજબ, પુતિન ઈચ્છે છે કે અલગ-અલગ જગ્યાઓ પરથી યુક્રેન પર હુમલો કરવામાં આવે. આ માટે લગભગ 100 સૈન્ય ટુકડીને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે આ બટાલિયન્સ રશિયા અને બેલારુસના રસ્તેથી હુમલો કરી શકે છે. આ માટે લગભગ એક લાખ સૈનિકોને તૈયાર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. જેમાં સેનાની ટુકડીઓને યુક્રેનની ઠંડીની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.

Read Also

Related posts

Big News/ આ દેશોમાંથી ગુજરાત આવી રહેલા લોકો માટે RTPCR ફરજિયાત, કોરોનાના વધતા કેસો વચ્ચે સરકારનો મોટો નિર્ણય

Bansari

મોટી ખબર/ મોંઘવારી ભથ્થાના કેલ્ક્યુલેશનની બદલાઈ ફોર્મ્યુલા, જાણો હવે કેટલી મળશે સેલરી

Damini Patel

ચોંકાવનારો સર્વે/ દેશની મહિલાઓએ ખુદ સ્વિકાર્યું કે, પતિ દ્વારા મરાતો માર યોગ્ય છે, જોઈ લો ક્યા રાજ્યની મહિલા છે સૌથી વધારે દુ:ખી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!