યુક્રેનમાં રશિયા હુમલા વચ્ચે એ સવાલ ખુબ મહત્વનો થઇ ગયો છે કે ભારત કોના પક્ષમાં છે. ભારતે અત્યાર સુધી પોતાની નિષ્પક્ષતા જાણવી રાખી છે. એક બાજુ જ્યાં વધુ દેશ રશિયાના હુમલાની નિંદા કરી રહ્યા છે, ભારતે હજુ સુધી રશિયાના હુમલા વિરુદ્ધ કઈ બોલ્યું નથી. આ વચ્ચે અમેરિકામાં પણ હવે સવાલ ઉભા થઇ રહ્યા છે કે ભારત અમેરિકાના પાલામાં છે કે રશિયાના સમર્થનમાં. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ગુરુવારે સવાલ પણ કર્યો જેના જવાબમાં તેમણે કહ્યું કે યુક્રેન પર રશિયાના હુમલા પછી પેદા થયેલ સંકટ પર અમેરિકા ભારત સાથે વાતચીત કરશે.
પીટીઆઈની એક રિપોર્ટ મુજબ, યુક્રેન સંકટ પર વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે બિડેનને સવાલ કર્યો કે, રશિયા હુમલા વિરુદ્ધ ભારત અમેરિકા સાથે છે? જવાબમાં બિડેને કહ્યું, ‘અમે ભારત સાથે યુક્રેન સંકટ પર વિચારણા કરવા જઈ રહ્યા છે. આ મામલે હજુ સુધી કોઈ પૂર્ણ રૂપથી કોઈ હલ કાઢ્યો નથી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે યુએસ પ્રેસિડેન્ટ ડિપાર્ટમેન્ટ, સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ પાસેથી, બિડેન પ્રશાસન યુક્રેન સંકટ પર ભારતનો સંપૂર્ણ સમર્થન માંગી રહ્યું છે અને ભારતીય સમકક્ષો સાથે ઘણા સ્તરો પર વાતચીત ચાલી રહી છે.
આ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ગુરુવારે ભારતીય વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર સાથે યુક્રેન સંકટ પર વાતચીત કરી હતી. બ્લિંકને ભારતીય વિદેશ મંત્રીને જણાવ્યું હતું કે રશિયન હુમલાની નિંદા કરવા, યુક્રેનમાંથી રશિયન સૈનિકોને તાત્કાલિક પાછી ખેંચવા અને યુદ્ધવિરામની હાકલ કરવા માટે મજબૂત સામૂહિક પ્રતિસાદની જરૂર છે.
ફોન પર વાતચીત બાદ એસ જયશંકરે એક ટ્વીટ પણ કર્યું હતું જેમાં તેમણે સરળ રીતે કહ્યું હતું કે યુક્રેન સંકટને લઈને અમેરિકી વિદેશ મંત્રી સાથે વાતચીત થઈ છે.
યુક્રેન પર રશિયન હુમલાથી ભારત સંકટમાં
યુક્રેન પર રશિયન હુમલા વચ્ચે ભારત મુશ્કેલીમાં છે કે તેણે કોનો પક્ષ લેવો જોઈએ. જો કે ભૂતકાળમાં ભારત રશિયા સાથે સંબંધિત મામલામાં તટસ્થ રહ્યું છે, પરંતુ હવે ભારત માટે આ મુદ્દે તટસ્થ રહેવું સરળ નથી. રશિયા સાથે ભારતની ઐતિહાસિક મિત્રતા છે. ભારત રશિયા સાથે સૌથી મજબૂત સંરક્ષણ સંબંધ જાળવી રાખે છે.
ઉપરાંત, છેલ્લા દોઢ દાયકામાં, યુએસ સાથે ભારતની વ્યૂહાત્મક ભાગીદારી અસાધારણ રીતે વધી છે. અહીં ચીનની વધતી આક્રમકતાને રોકવા માટે ભારતને પણ અમેરિકાની જરૂર છે. અમેરિકા આ મામલે સતત ભારતની તરફેણમાં બોલે છે.
ભારતના વલણથી અમેરિકા નારાજ
ભારતે યુક્રેન પર રશિયન હુમલાને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તણાવ ઘટાડવા માટે તમામ પક્ષોને અપીલ કરી છે. ભારત કહેતું રહ્યું છે કે આ મુદ્દાને માત્ર રાજદ્વારી માધ્યમથી જ ઉકેલી શકાય છે. એક તરફ જ્યાં મોટાભાગના દેશો યુક્રેનમાં થયેલા રશિયન હુમલાને તેની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણીને રશિયાની ટીકા કરી રહ્યા છે, તો બીજી તરફ ભારતે ન તો રશિયાની ટીકા કરી છે અને ન તો સુરક્ષા પરિષદમાં યુક્રેનના સાર્વભૌમત્વની વાત કરી છે.

અમેરિકાએ ભારતના સ્ટેન્ડ પર ખુલ્લેઆમ કશું કહ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકન અધિકારીઓએ તેમના ભારતીય સમકક્ષો સાથે ભારતના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્ટેન્ડ અંગે પત્રકારો દ્વારા એક યુએસ અધિકારીને પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો, જે તેમણે ટાળી દીધો હતો.
પુતિન સાથે મોદીની ફોન પર વાતચીત
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ભારત-રશિયાના જૂના સંબંધો અંગે ચર્ચા કરી હતી. તેમણે પુતિનને કહ્યું કે રશિયા અને નાટો જૂથ વચ્ચેના મતભેદો માત્ર વાતચીત દ્વારા જ ઉકેલી શકાય છે.
વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પુતિન સાથેની વાતચીતમાં વડા પ્રધાને હિંસાનો તાત્કાલિક અંત લાવવા અને રાજદ્વારી વાતચીત માટે તમામ પક્ષોથી સંયુક્ત પ્રયાસો કરવા હાકલ કરી હતી.

યુક્રેને ભારતની મદદ માંગી છે
ભારતમાં યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ ગુરુવારે ભારતને વિશ્વ શક્તિ તરીકે ભારતને સમર્થન આપવા માટે ઘણી વખત અપીલ કરી હતી. પીએમ મોદીને હસ્તક્ષેપની અપીલ કરતાં તેમણે કહ્યું કે, રશિયા સાથે ભારતના સારા સંબંધો છે અને ભારત સરકાર પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
અમેરિકાની જેમ યુક્રેને પણ તાજેતરની સ્થિતિ પર ભારતના વલણ પર નારાજગી વ્યક્ત કરી છે. ઇગર પોલિખાએ કહ્યું, ‘ભારતનું કહેવું છે કે તે કિવ (યુક્રેનની રાજધાની)ની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. પરંતુ અમે ભારતના વલણથી ખૂબ નારાજ છીએ. અમે આ મામલે ભારતને મજબૂત સમર્થનની અપીલ કરીએ છીએ. આ મામલે ભારતના વડાપ્રધાનને રશિયન રાષ્ટ્રપતિ અને આપણા રાષ્ટ્રપતિને સંબોધિત કરી શકે છે… આ સમયનું સત્ય છે.
Read Also
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો