GSTV
News Trending World

આર્મેનિયા અને અઝરબૈજાન યુદ્ધમાં તુર્કીની દખલગીરીથી રશિયા નારાજ, વિદેશી તાકાતોને વિવાદોથી દૂર રહેવા ચેતવણી

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં તુર્કી સીધી દખલગીરી કરી રહ્યું છે. જેને લઇને રશિયા નારાજ થયું છે. રશિયાએ ઇશારામાં તુર્કી, ઇઝરાયેલ સહિત અન્ય વિદેશી તાકાતોને વિવાદથી દૂર રહેવાની ગંભીર ચેતવણી આપી છે. રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઇ લવરોવે કહ્યું કે આ સંકટનું ડિપ્લોમેટીક સમાધાન જ શક્ય છે. તેમણે યુદ્ધમાં દખલગીરી કરી રહેલી વિદેશી તાકાતોને ચેતવણી આપી કે વિવાદનું સૈન્ય સમાધાન આગળ ધપાવવાના પ્રયાસ બંધ કરવામાં આવે. તે વાત કોઇ સીક્રેટ નથી કે અમે આ સમસ્યાના સૈન્ય સમાધાનની સંભાવનાનું સમર્થન કરતા નથી.

આર્મેનિયા અને અઝરબૈજાન બંને અમારા મિત્ર દેશ

રશિયાના વિદેશ પ્રધાને કહ્યું કે અમારૂ માનવું છે કે આર્મેનિયા અને અઝરબૈજાન બંને અમારા મિત્ર દેશ છે. તેથી અમે સૈન્ય સમાધાનના વિચારનું સમર્થન કરતા નથી. આ પહેલા મધ્ય એશિયામાં ખલીફા બનવાની ચાહત રાખનારા તુર્કીએ એલાન કર્યુ હતુ કે જો અઝરબૈજાન તરફથી વિનંતી કરાશે તો તે પોતાની સેના મોકલવા માટે તૈયાર છે. રશિયાના પાડોશી દેશ આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે નાર્ગોન-કારાબાખ પર કબ્જાને લઇને યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે જો તુર્કી આ યુદ્ધમાં સીધી રીતે કૂદી પડે તો ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો ઉત્પન્ન થઇ શકે છે.

છેલ્લા 29 દિવસથી ચાલી રહેલું યુદ્ધ પૂર્ણ થવાનું નામ લઇ રહ્યું નથી

તો બીજી તરફ આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે છેલ્લા 29 દિવસથી ચાલી રહેલું યુદ્ધ પૂર્ણ થવાનું નામ લઇ રહ્યું નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોથી આર્મેનિયા અને અઝરબૈજાન માનવીય યુદ્ધ વિરામ માટે તૈયાર થઇ ગયા હતા. પરંતુ સોમવારે ફરીથી બન્ને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઇ ગયું. આર્મેનિયા અને અઝરબૈજાન બન્નેએ એકબીજા પર કારાબાખના પૂર્વોતર વિસ્તારમાં યુદ્ધવિરામ ભંગનો આરોપ લગાવ્યો છે.

અમેરિકાના સહયોગથી લાગુ માનવીય યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું

આર્મેનિયાના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે અમેરિકાના સહયોગથી લાગુ માનવીય યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું છે. અઝરબૈજાનની સેનાએ કારાબાખના પૂર્વોતર વિસ્તારમાં તોપથી બોમ્બ વરસાવ્યા છે. તો બીજી તરફ આર્મેનિયાના વડાપ્રધાને પણ કહ્યું કે તેઓ સીઝફાયરનું કડકાઇથી પાલન કરશે. તો સામેની તરફ અઝરબૈજાને પણ આર્મેનિયા પર લાચિન જિલ્લામાં તોપમારાનો આરોપ લગાવ્યો છે. અઝરબૈજાને કહ્યું કે આર્મેનિયાની સેના માનવી આધાર પર લાગુ કરાયેલા યુદ્ધવિરામનો ભંગ કરી રહી છે. તેની સેનાએ શહેરો અને ગામડાઓને નિશાન બનાવીને બોમ્બમારો કર્યો છે.. ત્યાર સુધીમાં આ યુદ્ધમાં પાંચ હજાર લોકોના મોત થઇ ચુક્યા છે.

READ ALSO

Related posts

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu
GSTV