GSTV

Russiaએ ભારત સહિત 4 દેશોની ઉડાનો પર લગાવેલાં પ્રતિબંધો હટાવ્યા, 27 જાન્યુઆરીથી શરૂ થશે ફ્લાઈટ

રિસરફેસ

Last Updated on January 17, 2021 by Mansi Patel

રશિયા(Russia)એ કોરોના વાયરસના નવા સ્ટ્રેન (New Corona Strain)ને લઈને ઘણા દેશોની ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. રશિયન સરકારે કહ્યું કે, 27 જાન્યુઆરીથી ભારત, ફિનલેન્ડ, વિયેટનામ અને કતારની ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવશે. જો કે, કોવિડ -19 માર્ગદર્શિકાઓનું (Covid-19 Guidelines)પાલન કરવું જરૂરી રહેશે.

નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ ફ્લાઇટ્સ કરાઈ હતી બંધ

શનિવારે રશિયન (Russian)સરકારની એક બેઠક કોરોના વાયરસ હેડક્વાર્ટરમાં મળી હતી. આ પછી, અધિકારીઓએ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો હતો. આ ચાર દેશો એવા છે જેમાં એક લાખની વસ્તી દીઠ 40 કરતાં ઓછા નવા કેસ નોંધાયા છે. જણાવી દઈએ કે કોરોનાનો નવો કોરોના સ્ટ્રેન (New Corona Strain) બહાર આવ્યા પછી, રશિયાએ ઘણા દેશોની ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી હતી.

કોરોના

ભારતમાં 16 જાન્યુઆરીથી રસીકરણની શરૂઆત થઈ

ભારતમાં કોરોનાવાયરસ (Coronavirus)ચેપ સામે લડવા માટે, કોરોના રસીકરણ કાર્યક્રમ (Corona Vaccination Programme) 16 જાન્યુઆરીથી દેશભરમાં શરૂ થયો હતો અને પ્રથમ દિવસે 1,91,181 લોકોને કોરોના રસી મૂકવામાં આવી હતી.

ભારતમાં નવા સ્ટ્રેનથી સંક્રમિતોની સંખ્યા 114 થઈ

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં બ્રિટન (Britain)માં અત્યાર સુધીમાં શરૂ થયેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી 114 લોકોને ચેપ લાગ્યો છે. આ સાથે બ્રિટનથી આવતા મુસાફરો ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે અને રાજ્યોને નિયમિત પરામર્શ આપવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

ઓલિમ્પિક/ ગોલ્ડ મેડલની મજબૂત દાવેદાર વિનેશ ફોગાટ હજુ સુધી નથી પહોંચી શકી ટોક્યો, આ મુશ્કેલી પડતાં એરપોર્ટ પર જ અટકી જવું પડ્યું

Harshad Patel

સાવધાન / બાળકો માટે ખૂબ જ જોખમકારક છે ઓનલાઇન ક્લાસ, શરીરની સાથે-સાથે મગજ પર પણ પડે છે ખરાબ અસર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!