GSTV
Gujarat Government Advertisement

રશિયામાં ઉજવાયો વિશ્વયુદ્ધ વિજય દિવસ, 76 વર્ષ પહેલા જર્મની સામે મેળવી હતી ઐતિહાસિક જીત

Last Updated on May 9, 2021 by Pritesh Mehta

રશિયાનું સૈન્ય જગતમાં સૌથી શક્તિશાળી સૈન્યમાં સ્થાન ધરાવે છે. 9મી મે એ રશિયા માટે વિશ્વયુદ્ધ વિજય દિવસ છે. એ દિવસે જગતને રશિયાનું સૈન્ય કેવું ભવ્ય અને તાકતવર છે એ જોવા મળે છે. કેમ કે મોસ્કોના લાલ ચોકમાં પરેડ યોજાય છે.

રશિયા

1945માં 9મી મેના દિવસે રશિયાએ જર્મની સામે વિજય મેળવ્યો હતો. તેને 76 વર્ષ પુરા થઈ રહ્યા છે. એ પરેડનું રિહર્સલ યોજાયુ હતુ.

રશિયાની આ પરેડ જગતના સૌથી વધારે જોવાતા ટીવી કાર્યક્રમોમાં સ્થાન પામે છે. એ દિવસે રશિયન પ્રમુખ પુતિન આપે એ ભાષણ પણ બહુ લોકપ્રિય બનતું હોય છે.

1939માં શરૃ થયેલું બીજું વિશ્વયુદ્ધ 6 વર્ષ પછી 1945માં પુરું થયું હતું. 9મી મેના દિવસે જર્મનીએ રશિયા સામે શરણાગતી સ્વિકારી હતી. માટે યુરોપના ઘણાખરા દેશો એ દિવસે જ વિજય દિવસ મનાવે છે.

વિજેતા દેશોમાં રશિયા મોટો દેશ હોવાથી એ ભવ્ય રીતે વિજયની ઉજવણી કરે છે. પરેડના બહાને રશિયા પોતાના શસ્ત્રોનું પણ પ્રદર્શન કરે છે.

રશિયાની વિશ્વયુદ્ધ વિજય પરેડ…

  • 1945ની 9મી મેના દિવસે સોવિયેત રશિયાએ જર્મની સામે વિજય મેળવ્યો હતો
  • રશિયાની ભવ્ય પરેડ આખા જગતમાં સૌથી વધુ જોવાતા કાર્યક્રમોમાં સ્થાન પામે છે
  • પરેડના રિહર્સલમાં રશિયન આર્મીના વિવિધ રંગો જોવા મળ્યાં

રશિયાના પાટનગર મોસ્કોમાં લાલ ચોક (રેડ સ્કવેર) વિસ્તાર આવેલો છે. ત્યાંથી આ પરેડ પસાર થતી હોય છે.

વિવિધ પ્રકારના સૈનિકો ઉપરાંત પરમાણુ મિસાઈલ અને ફાઈટર વિમાનો પણ પરેડમાં ભાગ લેશે.

વિક્ટરી ડે રશિયામાં રાષ્ટ્રીય તહેવાર હોવાથી એ દિવસે આખા દેશમાં રજા હોય છે.

રશિયા જગતનું સૌથી મોટું શસ્ત્ર ઉત્પાદક પૈકીનું એક રાષ્ટ્ર છે. એટલે પોતાના શસ્ત્રો પણ આ પરેડમાં પ્રદર્શિત કરી અન્ય દેશોને આડકતરા સંકેતો આપે છે.

રશિયા અને જર્મની વિશ્વયુદ્ધ શરૃ થયું ત્યારે મિત્ર દેશો હતા. પરંતુ એક પછી એક વિજય મેળવતા જર્મનીએ 1941ની 22મી જુને રશિયા પર આક્રમણ કરી દીધું હતું. એ આક્રમણ જર્મનીને ભારે પડ્યું અને છેવટે જીતેલો બધો પ્રદેશ જર્મનીએ ગુમાવવો પડ્યો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!