બાલ્ટિક સમુદ્રમાં અમેરિકા સાથે વધી રહેલી તંગદીલી વચ્ચે રશિયાએ દુનિયાની સૌથી તેજ હાઇપરસોનિક એન્ટીશિપ મિસાઇલ જિરકાનનું પરિક્ષણ કર્યું છે, રશિયાનાં સંરક્ષણ મત્રાલયે જણાવ્યું કે આ દરમિયાન મિસાઇલે 8 મૈક એટલે કે 9 હજાર 888 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની સ્પિડ પકડી. લાઇવ મોનિટરિંગ અને રેકોર્ડીંગ ડેટા પ્રમાણે, મિસાઇલે 450 કિમી દુર સ્થિત પોતાના લક્ષ્યને ખુબ જ ચોક્સાઇથી ઉડાવી દીધું.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, મિસાઈલનું પરીક્ષણ રાત્રે બૈરંટ સમુદ્રમાં કરવામાં આવ્યું છે. આ મિસાઇલનું આ બીજુ સફળ પરીક્ષણ હતું. અગાઉ આ હાઈપરસોનિક મિસાઇલનું ઓક્ટોબર 2020માં રશિયન નેવીના ફિગ્રેટ એડમિરલ ગોર્શકોવથી કરવામાં આવ્યું હતું. આ વખતે પણ આ મિસાઇલ આ યુદ્ધ જહાજથી લોન્ચ કરવામાં આવી છે.

READ ALSO
- ખુલી ગયા નસીબ/ સસ્તામાં ખરીદી હતી લોટરીની ટિકિટ, રકમ લેવા પહોંચ્યા તો ઉડી ગયા હોંશ
- જૂનાગઢ/ સીએમ રૂપાણીએ સાસણના વિકાસના કામોનું નું કર્યું ઈ ખાતમુહુર્ત, કોંગ્રેસના આ નેતા પણ રહ્યા હાજર
- કેન્દ્રીય કર્મચારીઓ માટે ડબલ ખુશ ખબર, વધેલ મોંઘવરી ભથ્થા સાથે આવશે સેલરી
- કામની વાત/ ઝીરો બેલેન્સમાં ખોલાવો જનધન ખાતુ, મળશે 10 હજાર રૂપિયાનો લાભ
- કોરોના વોરિયર્સને જ અન્યાય, કોરોનાકાળમાં સતત કામ કરનાર કોરોના વોરિયર્સ પગારથી વંચિત !