GSTV

રશિયાની શક્તિશાળી ટેન્કથી દુનિયાની વધી ચિંતા, માનવ રહિત ટેન્કના કારણે રશિયન સેનાની તાકાતમાં વધારો

Last Updated on September 9, 2021 by pratik shah

કાળા સમુદ્રમાં નાટોની ગતિવિધિ બાદ વધેલા તણાવના કારણે રશિયા પણ સતર્ક બન્યુ છે. રશિયાએ એક એવી ટેન્કનું નિર્માણ કર્યુ છે. જેનાથી દુનિયાના દેશોની ચિંતા વધી છે. આ ટેન્ક સ્વાર્મ ડ્રોનની ફૌજને સાથે લઈને ચાલે છે. જે યુદ્ધની કોઈપણ પરીસ્થિતિમાં પહોંચી વળવા સક્ષમ છે. ત્યારે રશિયાની નવી ટેન્ક અંગે જોઈએ જીએસટીવીનો વિશેષ અહેવાલ..

રશિયાની શક્તિશાળી ટેન્કથી દુનિયાની વધી ચિંતા

  • રશિયાની શક્તિશાળી ટેન્કથી દુનિયાની વધી ચિંતા
  • માનવ રહિત ટેન્કના કારણે રશિયન સેનાની તાકાતમાં વધારો
  • માર્કર ટેન્ક સ્વાર્મ ડ્રોનની આખી ફૌજ સાથે લઈને ચાલી શકે
  • માર્કર ટેન્કમાં લાગેલા કેમેરા અને સેન્સર


અમેરિકા અને નાટો સાથે વધી રહેલા તણાવ વચ્ચે રશિયાએ પોતાની સૈન્ય શક્તિમાં વધારો કર્યો છે. રશિયાએ શક્તિશાળી અને પોતાની બીજી રોબોર્ટ ટેન્ક (UGV) માર્કર અનમેન્ડ ગ્રાઉન્ડ વ્હીકલને દુનિયા સમક્ષ રજૂ કરી છે. આ ટેન્ક એટલી આધુનિક ટેકનોલોજિથી સજ્જ છેકે, 100 કિલોમીટર સુધી માનવ રહિત પેટ્રોલિંગ કરી શકે છે. આટલું જ નહીં આ ટેન્ક પોતાની સાથે સ્વાર્મ ડ્રોનની આખી ફૌજ સાથે લઈને ચાલી શકે છે. રશિયાની આ ટેન્ક દુશ્મન દેશના સૈન્ય ઠેકાણાને પળભરમાં નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. કેમ કે, આ ટેન્કમાં લાગેલા કેમેરા અને સેન્સર સૌથી પાવરફૂલ હોવાનું માનવામાં આવે છે. જે પોતાનો રસ્તો પણ જાતે નક્કી કરે છે. અને ટાર્ગેટ સુધી પહોંચે છે.

રોબોટ ટેન્કના કારણે રશિયાની સેનાના કોઈપણ સૈન્ય ઓપરેશનમાં ગતિ આવી શકે

રશિયાએ યૂરન- 9 બાદ રોબોટ ટેન્ક માર્કર અનમેન્ડ ગ્રાઉન્ડ વ્હીકલનું નિર્માણ કર્યુ છે. રોબોટ ટેન્કના કારણે રશિયાની સેનાના કોઈપણ સૈન્ય ઓપરેશનમાં ગતિ આવી શકે છે. કેમ કે, ટેન્ક માનવ રહિત હોવાના કારણે સૈનિકોની જાનમાલને નુકસાન થઈ શકતું નથી. જેથી રશિયા મોટા પ્રમાણમાં માનવ રહિત ટેન્કનું નિર્માણ કરી રહ્યુ છે. માર્કર અનમેન્ડ ગ્રાઉન્ડ વ્હીકલને રશિયામાં હથિયાર બનાવતી કંપની ફાઇન્ડેશન ફોર એડવાન્સ સ્ટડીઝ દ્વારા બનાવવામાં આવ્યુ છે.


માર્કર અનમેન્ડ ગ્રાઉન્ડ વ્હીકલમાં 7.62 મીમીની મશીન ગન લગાવવામાં આવી છે. જેના કારણે માર્કર અનમેન્ડ ગ્રાઉન્ડ વ્હીકલની તાકાતમાં અનેક ગણો વધારો થયો છે. આ ઉપરાંત રશિયાએ માર્કર રોબોર્ટ ટેન્કમાં ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલને પણ તૈનાત કરી છે. ટેન્કમાં લાગેલા સ્વાર્મ ડ્રોન ગણતરીની મિનિટમાં ઉડાન ભરી ગુપ્ત માહિતી મેળવી શકે છે. આ માહિતીના આધારે માર્કર અનમેન્ડ ગ્રાઉન્ડ વ્હીકલ પોતાનો ટાર્ગેટ નક્કી કરે છે. અને અચૂક નિશાન સાધી ટાર્ગેટને સફળતા પૂર્વક નષ્ટ કરી શકે છે.

READ ALSO

Related posts

VIDEO/ નદીના ધસમસતા પ્રવાહમાં મહિલા પડી ગઈ, જીવવા માટે તરફડીયા મારતી જોઈ એક યુવાને જીવ સટોસટની બાજી લગાવી દીધી

Pravin Makwana

ટામેટાની વધતી કિંમતમાંથી ક્યારે મળશે રાહત? કેન્દ્ર સરકારે આપી તમામ જાણકારી

Damini Patel

શરમજનક/ ઉચ્ચ જાતિના ઘરના આંગણેથી દલિતનો વરઘોડો નિકળ્યો તો પથ્થરમારો કર્યો, કેટલાયને થઈ ઈજા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!