GSTV

કોરોના સામેની જંગમાં ભારતની સાથે મિત્ર દેશ / આ દેશે મોકલી મદદ, બે પ્લાન ભરીને આવ્યા મેડિકલ ઉપકરણ

Last Updated on April 29, 2021 by Bansari

સંકટકાળમાં ભારતનો જૂનો વિશ્વાસપાત્ર મિત્ર દેશ રશિયા ફરી એકવાર આગળ આવ્યો છે. રશિયાએ ભારતને કોરોના મહામારીથી બહાર આવવા માટે મેડિકલ ઉપકરણથી ભરેલા બે વિમાન મોકલ્યા છે. જે ગુરુવારે સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા.

મળતી માહિતી મુજબ રશિયાથી આવેલી સ્પેશિયલ ફ્લાઇટોમાં 20 ઓક્સિજન કન્ટેનર, 75 વેન્ટિલેટર, 150 બેડસાઇડ મોનિટર્સ અને દવાઓ સામેલ છે. કુલ 22 મેટ્રીક ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે. તેને હવે કોરોના સામે લડી રહેલા વિવિધ રાજ્યોને મોકલવામાં આવશે.

પુતિન અને મોદી વચ્ચે થઈ હતી વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે​ટ્વિટ કરીને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની વાતચીત અંગે માહિતી પણ આપી હતી. તેમણે કહ્યું કે, ‘આજે મેં મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત કરી છે. અમે COVID-19 પરિસ્થિતિ વિશે ચર્ચા કરી અને મે મહામારી સામે ભારતની લડતમાં રશિયાને મદદ અને સહયોગ આપવા બદલ રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો.’

તેમણે પોતાના આગામી ટ્વિટમાં જણાવ્યું કે, ‘અમે અમારા વિવિધ દ્વિપક્ષીય સહયોગની પણ સમીક્ષા કરી, ખાસ કરીને અવકાશ સંશોધન અને નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં, જેમાં હાઇડ્રોજન અર્થતંત્રનો સમાવેશ થાય છે. સ્પૂતનિક-વી વેક્સિન પર અમારો સહકાર મહામારી સામે લડવામાં માનવતાની મદદ કરશે.’ પીએમ મોદીએ તેમના ત્રીજા ટ્વિટમાં કહ્યું કે, ‘અમારી મજબૂત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વેગ આપવા માટે રાષ્ટ્રપતિ પુતિન અને હું અમારા વિદેશ અને સંરક્ષણ પ્રધાનો વચ્ચે 2 વત્તા 2 મંત્રાલયની વાતચીત સ્થાપિત કરવા સંમત થયા છે. ‘

સ્પૂતનિક-વી વેક્સિન પર અમારો સહકાર મહામારી સામે લડવામાં માનવતાની મદદ કરશે

16 એપ્રિલના રોજ, રશિયામાં ભારતના રાજદૂત બાલા વેંકટેશ વર્માએ કહ્યું હતું કે, રશિયન સ્પૂતનિક-વી કોરોના રસીનો પ્રથમ માલ આ જ મહિનામાં એટલે કે એપ્રિલમાં ભારત પહોંચશે.

રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ) એજન્સી, જે સ્પૂતનિક-વી રસીના ઉત્પાદનમાં આગળ છે, ત્યાર બાદ તેમણે જણાવ્યું હતું કે, ભારત સ્પૂતનિક-વી કોરોના રસીના ઉપયોગને મંજૂરી આપવા માટે 60મો દેશ બની ગયો છે. આરડીઆઇએફના સીઈઓએ જણાવ્યું હતું કે, સ્પૂતનિક-વીના 850 મિલિયન વેક્સિન ડોઝ દર વર્ષે ભારતમાં બનાવા જઇ રહેલ છે, જે વિશ્વના લગભગ 425 મિલિયન લોકોને રસીકરણ માટે પૂરતા છે.

આ દેશોએ મદદની જાહેરાત કરી

અમેરિકા, રશિયા, ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, બેલ્જિયમ, રોમાનિયા, લક્ઝમબર્ગ, સિંગાપોર, પોર્ટુગલ, સ્વીડન, ન્યુઝીલેન્ડ, કુવૈત અને મોરેશિયસ સહિતના અનેક મોટા દેશોએ ભારતને રોગચાળા સામે લડવામાં મદદ માટે મેડિકલ સહાયની જાહેરાત કરી છે. સિંગાપોરે મંગળવારે ભારતમાં 256 ઓક્સિજન સિલિન્ડર સપ્લાયકર્યા. નોર્વે સરકારે ભારતમાં કોરોના વાઇરસથી પીડિત લોકોની મેડિકલ સેવાઓ માટે 24 લાખ અમેરિકન ડોલરના યોગદાનની જાહેરાત કરી.

Read Also

Related posts

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

ભારતીય રેલ / રેલવે મુસાફરો માટે મોટા સમાચાર! રેલવેએ નવી સેવા શરૂ કરી, હવે ટિકિટ બુકિંગ થયું ખૂબ જ સરળ

Vishvesh Dave

VIDEO / વિશ્વના આઠમા સૌથી ઊંચા શિખર પર ITBPના અધિકારીઓએ ફરકાવ્યો તિરંગો, જવાનોએ અદમ્ય સાહસ અને શોર્યનો કરાવ્યો પરિચય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!