GSTV
Auto & Tech News World

ફટકો/ યુક્રેન હુમલાના કારણે રશિયાને વધુ એક આર્થિક ફટકો, વિજ્ઞાન ક્ષેત્રના સંશોધનોમાં પણ પ્રતિબંધો

યુક્રેન પરના હુમલાના કારણે રશિયાને આર્થિક ઉપરાંત સાયન્સ ક્ષેત્રના સંશોધનોમાં પણ પ્રતિબંધોનો સામનો કરવો પડી રહયો છે. યુરોપિયન કાઉન્સિલ ફોર ન્યૂકલિયર રિસર્ચ (સીઇઆરએન) દ્વારા રશિયા સાથેના તમામ સંશોધન કરારને અટકાવી દીધા છે એટલું જ નહી ઓબ્ઝર્વરના પદ કરથી પણ હટાવી લેવામાં આવ્યું છે. સીઇઆરએન સંચાલિત લાર્જ હાઇડ્રોન કોલાઇડર જેને દુનિયાનો મહાપ્રયોગ ગણવામાં આવે છે. જેના દ્વારા 2008માં હિગ્સ –બોઝોન ગોડ પાર્ટિકલ શોધવામાં આવ્યો હતો. આ પ્રોજેકટ પાછળ વિશ્વના 23 દેશોના 12 હજાર વૈજ્ઞાનિકો કામ કરે છે.  જેમાંથી અમેરિકા સાથે  રશિયાનો  પણ સાત  ઓબ્ઝર્વર દેશોમાં સમાવેશ થતો હતો. આ ઓબ્ઝર્વર દેશોને કોઇ પણ પ્રકારની ફી આપવી પડતી નથી. 

આ પ્રયોગમાં 23 ભાગીદાર દેશોએ પણ રશિયાની યુક્રેન પરની કાર્યવાહીની ઝાટકણી કાઢી છે. પ્રયોગશાળા કાઉન્સિલના જણાવ્યા અનુસાર કર્મચારીઓ અને વૈજ્ઞાનિકો યુક્રેનને સમર્થન અને મદદ કરે છે. આ પ્રયોગ સાથે યુક્રેનના વૈજ્ઞાનિકો જોડાયેલા છે તેમને પણ બધાએ ટેકો આપ્યો છે. યુક્રેનના વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળાને રશિયા સાથેના સંબંધો તોડી નાખવાની માંગ કરી છે. જો એમ નહી કરીએ તો રશિયાની સરકાર અને સેના દ્વારા લોકો પર ગુજારવામાં આવી રહેલા અત્યાચારોને આપણે સાથ આપી રહયા છીએ એવું લાગશે. વૈજ્ઞાનિક સમાજ એક લોકતાંત્રિક સમાજ છે જેને રશિયાના રાષ્ટ્રપતિ પૂતિનના બદ ઇરાદાથી બચાવવો જોઇએ.

યુક્રેન હુમલા પછી સીઇઆરએન લેબોરેટરીમાં કામ કરવાવાળા રશિયન વૈજ્ઞાનિકોએ યુક્રેન હુમલાની નિંદા કરી છે આથી આ રશિયન વૈજ્ઞાનિકો સ્વદેશ પાછા ફરશે ત્યારે ખતરો વધી ગયો છે. કાઉન્સિલે જણાવ્યું કે તે પરીસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે એટલું જ નહી જરુર પડશે તો રશિયા પર વધુ કડક પગલા ભરવામાં આવશે. 1954માં સીઇઆરએનની સ્થાપના યુરોપિયન અને અમેરિકા કરી હતી જેમાં રશિયાના વૈજ્ઞાનિકોનો પણ મોટી ભાગીદારી હતી. નવાઇની વાત તો એ છે કે આ સાયન્સ સંગઠને સોવિયત સંઘ (રશિયા) અને અમેરિકા વચ્ચે દાયકાઓ સુધી ચાલેલા શિતયુધ્ધમાં પણ સંગઠિત થઇને કામ કર્યુ હતું.

1962માં કયૂબન મિસાઇલ ક્રાઇસિસ અને 1968માં સોવિયત સંઘ દ્વારા પ્રાગ સ્પ્રિંગ અટકાવ અને 1979માં અફઘાનિસ્તાનમાં રશિયાના હુમલા જેવી આંતરરાષ્ટ્રીય ઘટનાઓમાં પણ કોઇ આંતરરાષ્ટ્રીય રાજકારણ ઘૂસ્યું ન હતું. યુક્રેન હુમલાની ઘટનાથી આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થામાં પણ પ્રથમવાર આવું બન્યું છે. 

READ ALSO:

Related posts

કર્ણાટકમાં બજરંગ બલીનો જાદુ ના ચાલ્યો, તેથી ઔરંગઝેબને લઈને રાજકારણ કરી રહ્યા છે :સંજય રાઉતના ભાજપ પર પ્રહારો 

Padma Patel

નેપાળ/ કાઠમંડુના મેયરે પોતાની ઓફિસમાં ગ્રેટર નેપાળનો નકશો લગાવ્યો, હિમાચલથી માંડીને બિહાર સુધીના વિસ્તાર પોતાના ગણાવ્યા 

Padma Patel

અમેરિકાની જાસૂસી માટે ચીનને શોધ્યો નવો ઉપાય, હવે આ પાડોશી દેશી મદદ લેશે

Padma Patel
GSTV