GSTV

રશિયાનું આકાશી કવચ: રશિયાનું સુપર શક્તિશાળી વિમાન ઈલ્યુશિન 96-400M, રુસની સૈન્ય તાકાત વધશે

Last Updated on July 27, 2021 by pratik shah

કાળા સમુદ્રમાં નાટો-અમેરિકા સાથે વધેલા વિવાદ બાદ રશિયા પણ સૈન્ય ગતિવિધને તેજ કરી રહ્યુ છે. રશિયાને પરમાણુ યુદ્ધ દરમ્યાન ઉપયોગમાં લેનાર અલ્ટ્રામોર્ડન વિમાન મળવાના છે. આ વિમાન પરમાણુ યુદ્ધ દરમ્યાન રશિયન સેનાને આકાશમાંથી આદેશ આપશે.. ત્યારે જોઈએ આ વિમાનની ખાસિયત શું છે.

ઈલ્યુશિન 96-400M નામનું વિમાન

ઈલ્યુશિન 96-400M નામનું વિમાન પરમાણુ હુમલા દરમ્યાન રશિયન સેના અને મિસાઇલ માટે કમાન્ડ સેન્ટર બનવા જઈ રહ્યુ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન ઈલ્યુશિન વિમાનમાં સવાર થઈ રશિયન સેનાને મહત્વના આદેશ આપી શકશે.  આ પરિયોજનાને ZVENO-3S નામ આપવામાં આવ્યુ છે. રશિયાન સેનાના જણાવ્યા પ્રમાણે એરબોર્ન કમાન્ડ એન્ડ કંટ્રોલ પ્લેનમાંથી એક વિમાનનું નિર્માણ કરવામાં આવ્યુ છે. નવું ફ્લાઈંગ ક્રેમલિન કમાન્ડ એરક્રાફ્ટ જૂના ઈલ્યુશિન IL-80 મૈક્સડોમ્સની જગ્યા લેશે. જેનાથી રશિયાન સેનાની તાકાતમાં વધારો થવાનો છે.

રશિયાન સેનાની તાકાતમાં વધારો

રશિયા પાસે ચાર ઈલ્યુશિન IL-80 મૈક્સડોમ્સ વિમાન છે. જેમાથી એક વિમાન હમેશા માટે મોસ્કોમાં તૈનાત રહે છે. આ વિમાનને કટોકટીના સમયમાં રશિયાના રાષ્ટ્રપતિની સુરક્ષા માટે ડિઝાઈન કરવામાં આવ્યુ છે. જોકે, નવા જે એરક્રાફ્ટ બની રહ્યા છે તે અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ હશે. રશિયાએ ઈલ્યુશિન 96-400M વિમાન પરમાણુ યુદ્ધની સ્થિતિમાં રાષ્ટ્રપતિ અન્ય શીર્ષ સૈન્ય અધિકારીઓની સુરક્ષા માટે ડિઝાઈન કરવામાં આવ્યુ છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને અમેરિકા અને બ્રિટનને સીધા યુદ્ધની ધમકી આપી દીધી છે. પુતિને કહ્યું છે કે રશિયાનું સૈન્ય યુદ્ધ માટે તૈયાર છે. પુતિને ચેતવણીના સુરમાં કહ્યું કે રશિયાની નેવી દુશ્મનોના લક્ષ્યો પર હુમલો કરવા માટે એકદમ તૈયાર છે.

રશિયન નેવી યુદ્ધ કરવા માટે પણ તૈયાર

અમેરિકા અને બ્રિટન સાથેની તકરાર વચ્ચે રશિયાએ પોતાના સૌથી આધુનિક એર ડિફેંસ સિસ્ટમ એસ-500 અને જિરકોન હાઇપરસોનિક મિસાઇલનું પરિક્ષણ કર્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રશિયન નેવી દિવસ નિમિત્તે સીધા અમેરિકા અને બ્રિટનને ધમકી આપી દીધી છે. તેમણે કહ્યું હતું કે જો જરૂર પડી તો રશિયન નેવી યુદ્ધ કરવા માટે પણ તૈયાર છે.

દુશ્મનોના સ્થળો અમારા નિશાના પર જ છે અને જરૂર પડયે હુમલો કરવા માટે અમે તૈયાર પણ છીએ. સાથે જ પુતિને રશિયાના હથિયારોને અપરાજિત ગણાવ્યા હતા, કે જેને અમેરિકા કે કોઇ પણ દેશ હરાવી ન શકે તેવા હથિયારો છે તેવો દાવો પુતિને કર્યો હતો. સાથે પુતિને એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકા જ તકરારોને વધારી રહ્યું છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

‘ભવિષ્યના સાથી’, સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ભાજપ-શિવસેના વચ્ચે જોડાણની અટકળો થઇ તેજ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!