રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નવા વર્ષ માટે શુભેચ્છા સંદેશ મોકલ્યો છે. પુતિને ટ્રમ્પને નવા વર્ષ નિમિત્તે મોકલેલા સંદેસમાં બંને દેશો વચ્ચે વ્યવહારિક સહયોગનું આહવાન કર્યું છે.
રશિયાએ દુનિયાભરના નેતાઓને પુતિન તરફથી નવાવર્ષની પૂર્વ સંધ્યાએ મોકલેલા શુભેચ્છા સંદેશ પર નિવેદન આપ્યું. જેમાં જણાવ્યું કે રાષ્ટ્રપતિ પુતિને ટ્રમ્પને કહ્યું કે વિશ્વમાં રણનૈતિક સ્થિરતાની મજબૂતી માટે રશિયા અને અમેરિકા વચ્ચે રચનાત્મક સંવાદ વિશેષ રૂપે આવશ્યક છે.
આપસી સમ્માન બંને દેસો વચ્ચે સંબંધ વિકસિત કરવાનો આધાર હોવો જોઈએ. તેનાથી આપણને લાંબા સમય માટે વ્યવહારિક સહયોગની દિશામાં આગળ વધવાનો મોકો મળશે. રાષ્ટ્રપતિ પુતિને પૂર્વ સોવિયત સંઘના ગણ રાજ્યોના નેતાઓ, ફ્રાંસના રાષ્ટ્રપતિ, જર્મનીના રાષ્ટ્રપતિ અને સીરિયાના રાષ્ટ્રપતિને પણ નવા વર્ષનો શુભેચ્છા સંદેશ મોકલ્યો છે.