GSTV

વર્ષ 2021માં 200 મિસાઈલોનાં પરિક્ષણની યોજના બનાવી રહ્યુ છે રશિયા, નાટો દેશોમાં ટેંશન

અમેરિકા અને નાટોના યુરોપિયન સભ્ય દેશો સાથે વધી રહેલા તણાવ વચ્ચે, રશિયાએ જાહેરાત કરી છે કે, તે 2021 માં 200થી વધુ મિસાઇલોનું પરીક્ષણ કરશે. રશિયાએ આ જાહેરાત એક એવા સમયે કરી છે જ્યારે તેની ખૂબ જ ઘાતક ‘સતાન 2’ હાઈપરસોનિક અંતરમહાદ્વીપીય મિસાઇલ ટૂંક સમયમાં તૈયાર થવા જઈ રહી છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નેતૃત્વ હેઠળ 200 મિસાઇલોનું પરીક્ષણ કરવામાં આવશે.

રશિયાએ અગાઉ વર્ષ 2020 માં પણ લગભગ 200 જેટલી મિસાઇલોનું પરીક્ષણ કર્યું હતું. રશિયાની ન્યૂઝ એજન્સીએ સંરક્ષણ મંત્રાલયને ટાંકીને જણાવ્યું છે કે, “2021 માં સ્ટ્રેટેજિક મિસાઇલ ફોર્સ વિવિધ સ્તરે 200 અભ્યાસ કરશે. આમાં મિસાઇલ રેજિમેન્ટ્સ અને મિસાઇલ વિભાગોની વ્યૂહાત્મક અને વિશેષ અભ્યાસો શામેલ છે. પ્રેક્ટિસ દરમિયાન પ્રવૃત્તિઓની આક્રમકતામાં બદલાવ જોવા મળશે.

મહાવિનાશનક મિસાઈલને કારણે નાટો દેશોમાં ગભરાટ

રશિયા હાલમાં ફ્લાઇટ ટ્રાયલ માટે તેની આરએસ -28 સરમત આંતરમહાદ્વીપીય મિસાઇલને ફ્લાયટ ટ્રાયલ માટે તૈયાર કરી રહી છે. કહેવાય છે કે આ મિસાઇલ કોઈપણ એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી શકે છે. દેશના નાયબ પ્રધાને કહ્યું છે કે, આવી પરીક્ષાઓ નજીકના ભવિષ્યમાં થશે. યુ.એસ.ના એક અહેવાલ પ્રમાણે સરમત અથવા સતાન 2 મિસાઇલ 10 હજારથી 18 હજાર કિ.મી. સુધીનો માર કરી શકે છે. રશિયાની આ મહાવિનાશક મિસાઇલને લઈને નાટો દેશોમાં દહેશતનો માહોલ છે.

આ મિસાઇલની વિનાશક ક્ષમતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે એક જ વારથી આખા ફ્રાન્સનો નાશ થઈ શકે છે. આરએસ -18 મિસાઇલ એક જ મોટો થર્મોન્યુક્લિયર બોમ્બ અથવા 16 નાના પરમાણુ બોમ્બ લઇ શકે છે. એટલું જ નહીં, જો રશિયાની સુરક્ષા દળો ઇચ્છે તો પરમાણુ પરમાણુ બોમ્બને થર્મોન્યુક્લિયર બોમ્બથી સજ્જ કરી શકાય છે અને આ મિસાઇલને ફાયર કરી શકાય છે. આ મિસાઇલ વિશેની ખાસ વાત એ છે કે તેનો દરેક હથિયાર વિવિધ લક્ષ્યોને નષ્ટ કરી શકે છે. આરએસ-18 મિસાઇલ સોવિયત ડિઝાઇનના આધારે એસએસ -18ની જગ્યા લેશે. એસએસ -18 વિશ્વની સૌથી ભારે આંતરમહાદ્વિપીય મિસાઇલ છે.

READ ALSO

Related posts

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana

ઘાસચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલુ યાદવની તબિયત લથડી, રાંચીના રિમ્સમાં છે દાખલ

Pravin Makwana

આકરા સવાલો જવાબ/ ગૃહમંત્રી અમિત શાહનું અકાઉન્ટ બ્લોક કરતા જવાબ આપવામાં પરસેવો છૂટી ગયો, કોણે આપ્યો આવો અધિકાર !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!