GSTV

દુર્ઘટના/ કોલસાની ખાણમાં સર્જાયેલ દુર્ઘટનામાં 52 લોકોનાં ગુંગળાઇ જવાથી મોત, ત્રણ જવાનોનો પણ ભોગ બન્યા

કોલસા

Last Updated on November 27, 2021 by Damini Patel

રશિયાના કેમેરોવો પ્રદેશમાં કોલસાની ખાણમાં સર્જાયેલી એક દુર્ઘટનામાં કુલ બાવન લોકોના ગુંગળાઇ જવાથી મોત થયા હતા. દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી વિવિધ દુર્ઘટાઓ પૈકી સૌથી મોટી દુર્ઘટના માનવામાં આવે છે. દુર્ઘટનાની પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર લિસ્ટ્વિઝાનિયા ખાણમાં હવે કોઇ બચ્યુ હોવાની શક્યતા નથી.

મોટાભાગના મૃતકોની લાખો હજુ કાટમાળ અને માટીના ઢગલાંઓ હેઠળ દબાયેલી છેે. અગાઉ એવો રિપોર્ટ મળ્યો હતો કે આ ખાણની 250 મીટરની ઉંડાઇએ વેન્ટિલેશનમાં રહેલી કોલસી અને તેની રજકણો અને ધૂળના ઢગલામાં આગ લાગવાથી ખુ મોટા પ્રમાણમાં ધૂમાડો સર્જાતા 11 લોકોના મોત થયા હતા.

સ્થાનિક સત્તાવાલઆોના કહેવા મુજબ 38 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જે પૈકી ચાર લોકોની હાલત ખુબ જ નાજૂક છે જ્યારે 13 લોકોને આઉટ પેશન્ટ તરીકે સારવાર આપી રવાના કરાયા હતા. જ્યારે આ ખાણમાં દુર્ઘટના સર્જાઇ ત્યાપરે તેમાં કુલ 285 લોકો કામ કરી રહ્યા હતા પરંતુ તાત્કાલિક બચાવના પગલાં લઇ મોટાભાગના લોકોને ઉપર કાઢી લેવાયા હતા.

પ્રમુખ વ્લાદિમિર પુતિને શોક સંદેશ પાઠવ્યો

રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના સગાંઓ પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરતો શોક સંદેશ પાઠવ્યો હતો. સમગ્ર કેમેરોવો પ્રદેશમાં શુક્રવારથી રવિવાર સુધી ત્રણ દિવસનો શોક જાહેર કરાયો હતો. દેશના સાઇબિરિયા પ્રદેશમાં આવેલી અન્ય એક કોલસાની ખાણમાં પણ દુર્ઘટના સર્જાતા 14 લોકો માર્યા ગયા હોવાનું મનાય છે.

આ ખાણમાં માર્યા ગયેલા લોકોમાં 11 ખાણિયા અને 3 બચાવ ટુકડીના જવાનોનો સમાવેશ થતો હતો. આ ખાણમાં મિથેન ગેસનો પ્રચંડ વિસ્ફોટ થતાં દર્ઘટના સર્જાઇ હતી. જો કે કેમેરોવો પ્રદેશના ગવર્નર સર્ગિ સિવિલ્યોવે કહ્યું હતું કે સાઇબિરિયાની ખાણમાંથવ્બચી ગયેલી એક વ્યક્તિ મળી આવી હતી જેને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમં ખસેડવામાં આવ્યો હતો.

Read Also

Related posts

ગુનાનું પગેરું / અમદાવાદ પોલીસ તંત્ર બન્યું હાઈટેક, ગુનેગારોની માહિતી મળશે હવે આંગળીના ટેરવે

GSTV Web Desk

ચોંકાવનારો બનાવ / સુરતમાં નશામાં ધૂત યુવક ભૂલ્યો ભાન, દેશી દારૂ સમજી એસિડ ગટગટાવતા મોત

GSTV Web Desk

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!