રશિયા અને યૂક્રેન વચ્ચેનુ યુદ્ધ 28 દિવસમાં ખતરનાક તબક્કામાં પ્રવેશ્યુ છે.આ યુદ્ધ ને રોકવા માટેના અત્યાર સુધીના પ્રયાસ નાકામ રહ્યા છે.આ સાથે ના તો યૂક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કી રશિયા સામે આત્મસમર્પણ કરવા તૈયાર છે ના તો રાષ્ટ્રપતિ પુનીત યુદ્ધ રોકવા માટે.આવા સમયે રશિયાએ ચેતવણી આપી છે કે જો તેનુ અસ્તિત્વ જોખમમાં મુકાશે તો તે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાથી પાછળ નહી હટે.

રશિયાના રાષ્ટ્રપતિ પુનીતના કાર્યાલય ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રીએ મંગળવારે સીએનએન ઈન્ટરનેશનલને જણાવ્યુ હતુ કે યૂક્રેન સાથે યુદ્ધ દરમિયાન રશિયા પરમાણુ હથીયારોનો ઉપયોગ ત્યારેજ કરશે કે જ્યારે તેના અસ્તિત્વ પર કોઈ મોટુ જોખમ આવે.આમા પરમાણુ હથીયારોનો ઉપયોગ કરવાનો નક્કી જ છે.આ નિયમ કોઈ પણ વાંચી શકે છે.આવા સમયે નક્કી કરેલુ હોય છે કે કોઈ પણ દેશનુ અસ્તિત્વ જોખમમાં મુકાય તો નિયમ અનુસાર પરમાણુ હથીયારોનો ઉપયોગ કરી શકે છે.
ક્રેમલિના પ્રવક્તાએ આ વાત ત્યારે કહી જ્યારે એમના સાક્ષાત્કાર કરવા વાળા ક્રિશ્ચિયન અમાનપોરને એ પુછ્યુ કે શું આ વાતની ખાતરી છે કે રાષ્ટ્રપતિ પુનીત યુક્રેનમાં પરમાણુ હથીયારોનો વિકલ્પ પસંદ નહી કરે? યાદ રાખો કે 24 ફેબ્રુઆરીએ જ્યારે યુક્રેન પર હુમલાના 4 દિવસ પછી પુનિત એ દેશની વ્યુહાત્મક પરમાણુ શક્તિને હાઈ એલર્ટ કરી દીધી હતી.તેમના આ પગલાથી આખું વિશ્વ ચિંતામા મુકાઈ ગયું હતું. પરમાણું હથિયારોના ઉપયોગ કરવો એ સામાન્ય રીતે એક ધમકી માનવામા આવી હતી.
READ ALSO
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં