યુક્રેન પર આક્રમણ બાદ વિશ્વભરમાંથી મુકાયેલા પ્રતિબંધોને પરિણામે પોતાના મહત્વના ઉદ્યોગો ચાલુ રાખવાનું રશિયા માટે પડકારરૂપ બની જતાં આવશ્યક કાચા માલ માટે રશિયાએ ભારત તરફ નજર દોડાવવાની ફરજ પડી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રશિયાએ પોતાના કાર, વિમાન તથા ટ્રેન સહિત વિવિધ ઉદ્યોગોમાં વપરાતા કાચા માલની યાદીનો પૂરવઠો કરવા ભારતને વિનંતી કરી છે. રશિયાએ ૫૦૦ જેટલી ચીજવસ્તુ માટે ભારતને યાદી મોકલી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
જો કે આ યાદીમાંથી ભારત સરકાર કેટલી ચીજવસ્તુ મોકલવા તૈયાર છે તે હજુ સ્પષ્ટ થઈ શકયું નથી. વધી રહેલી વેપાર ખાધની સ્થિતિમાં ભારત પોતાની નિકાસ વધારવા આતુર છે.
રશિયા પર પશ્ચિમી દેશોએ લાગુ કરેલા પ્રતિબંધોમાં ભારત જોડાયું નથી અને રશિયા ખાતેથી મોટેપાયે ક્રુડ ઓઈલની ખરીદી કરી રહ્યું છે. યુદ્ધ બાદ વૈશ્વિક ઓટો કંપનીઓએ રશિયામાંથી ઉચાળા ભરી લેતા રશિયા વાહનોના પાર્ટસની અછતનો સામનો કરી રહ્યું છે. આવી જ સ્થિતિ વિમાનના પાર્ટસમાં જોવા મળી રહી છે.
આ ઉપરાંત કાગળ, પેપર બેગ્સ તથા ટેકસટાઈલ્સના ઉત્પાદનમાં વપરાતા કાચા માલ માટે પણ રશિયા તરફથી વિનંતી આવી પડી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
READ ALSO
- બીબીસીની ડોક્યુમેન્ટ્રીનો અભ્યાસ કરવાનો મીડિયાને અધિકાર, સરકાર તેના ઉપર પ્રતિબંધ ના મુકી શકે : અરજદારો
- એફસીઆઇએ ઇ-હરાજીના પ્રથમ બે દિવસમાં ૯.૨ લાખ ટન ઘંઉ ખુલ્લા બજારમાં વેચ્યાં
- ભારતે છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આટલા કરોડના સૈન્ય ઉપકરણોની કરી આયાત
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો