GSTV
News Trending World

લડાઈ તીવ્ર બની/ અમેરિકાની ચેતવણી, રશિયા યુક્રેન પર કેમિકલ હુમલો કરે તેવી આશંકા

રશિયા

યુક્રેન પર રશિયાના આક્રમણને લગભગ એક મહિનો પૂરો થવા આવ્યો છે. આ સમયમાં રશિયાએ યુક્રેન પર હાઈપરસોનિક મિસાઈલથી હુમલા કર્યા છે. પરંતુ તે આ યુદ્ધ જીતવામાં સફળ થયું નથી. ઉલટાનું યુક્રેને કીવનાં પરાં વિસ્તારો પર ફરી કબજો જમાવ્યો છે જ્યારે મારીયુપોલમાં આત્મસમર્પણ કરવાની રશિયાની દરખાસ્ત યુક્રેને ફગાવી દીધી છે. ઉપરાંત આ યુદ્ધમાં રશિયાએ ભારે ખુવારીનો સામનો કરવો પડયો છે. પરિણામે રશિયા યુક્રેન પર કેમિકલ હથિયારોથી હુમલો કરે તેવી આશંકા છે તેવી અમેરિકાએ ચેતવણી આપી છે.

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચોથા સપ્તાહમાં પ્રવેશ્યું છે. આ સમયમાં રશિયાએ યુક્રેન પર હાઈપરસોનિક મિસાઈલથી લઈને અન્ય હથિયારોથી હુમલા કર્યા છે. આ હુમલામાં યુક્રેનના અનેક શહેરોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. મારિયુપોલ સહિતના શહેરો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. આમ છતાં યુક્રેને રશિયા સામે ઘૂંટણીયા ટેકવાનો ઈનકાર કરી દીધો છે. સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું હતું કે યુક્રેનમાં શરણાર્થીઓની સંખ્યા ૩૫ લાખને પાર થઈ ગઈ છે.

યુક્રેન

યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે યુક્રેન તેની ક્ષેત્રીય અખંડતા અને સંપ્રભુતા સાથે ક્યારેય સમજૂતી નહીં કરે. આખું યુક્રેન ખતમ થઈ જશે ત્યાર પછી જ રશિયાનું અલ્ટીમેટમ પૂરું થઈ શકે છે.

જોકે, ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયા યુક્રેનની સલામતીની ખાતરી આપે અને સૈનિકોને પાછા ખેંચે તો તેઓ વાટાઘાટો માટે તૈયાર છે. તેઓ નાટોમાં જોડાવા મુદ્દે દેશવાસીઓ, પશ્ચિમના દેશો માટે સમાધાન કરવા તૈયાર છે. તેમણે પુતિન સાથે સીધી વાતચીતનું પુનરાવર્તન કહ્યું કે, તેઓ નાટોમાં જોડાવાની માગણી પડતી મુકી શકે છે.

પુતિન

દરમિયાન અમેરિકન પ્રમુખ બાઈડેને રશિયા-યુક્રેન યુદ્ધમાં તટસ્થ વલણ અપનાવનારા ભારતની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, ભારત સિવાય બધા જ સહયોગી દેશો અમેરિકાની સાથે છે. રશિયા પર પશ્ચિમી દેશોના પ્રતિબંધોનું બધા જ સહયોગી દેશોએ સમર્થન કર્યું છે. યુક્રેન અને રશિયાના યુદ્ધ મુદ્દે ક્વાડ સંગઠનના બધા જ સહયોગી દેશો અમેરિકાની સાથે છે. માત્ર ભારતનું વલણ અલગ છે. ક્વાડ બેઠકમાં પણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાને યુક્રેન પર હુમલા બદલ રશિયાની આકરી ટીકા કરી હતી જ્યારે વડાપ્રધાન મોદીએ બંને પક્ષોને વાતચીતથી વિવાદનો ઉકેલ લાવવા અપીલ કરી હતી. બાઈડેને કહ્યું કે ક્વાડના સહયોગી દેશોમાં ભારત એકમાત્ર એવો દેશ છે, જેણે અમેરિકાનો પક્ષ નથી લીધો. ભારતે રશિયા પરના પ્રતિબંધોને અયોગ્ય ગણાવ્યા છે.

Read Also

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda
GSTV