GSTV
Home » News » બંધ તૂટવાના કારણે સોનાની ખાણમાં કામ કરતાં 15 મજૂરોના મોત

બંધ તૂટવાના કારણે સોનાની ખાણમાં કામ કરતાં 15 મજૂરોના મોત

સાઈબેરિયાના ક્રાસનોયાર્સ્ક ક્ષેત્રમાં શનિવારે એક ડેમ તૂટી પડવાના કારણે સોનાની ખાણમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત તપાસ અિધકારીઓએ 14 જેટલા લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

રશિયાના ઈમરજન્સી મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે બંધ તૂટી જવાના કારણે ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. સીબા નદી પર બાંધવામાં આવેલો ગેરકાયદેસર બંધ શનિવારે સવારના સમયમાં અચાનક જ ભાંગી પડ્યો હતો જેથી કાદવવાળું પાણી મજૂરોની કેબિનમાં ફેલાઈ ગયું હતું અને આરામ ફરમાવી રહેલા મજૂરો દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.

જાણવા મળ્યા મુજબ આ ડેમ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યો હતો અને સત્તાધીશોને તેના અસ્તિત્વ અંગે કોઈ જ જાણકારી નહોતી. એક મજૂરે તે વિસ્તારમાં આવા અન્ય ચાર ડેમ આવેલા હોવાની અને અગાઉ પણ આ પ્રકારની દુર્ઘટના બની હોવાની માહિતી આપી હતી.

આ દુર્ઘટનામાં ગાયબ થયેલા 13 જેટલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. ક્ષેત્રીય ગવર્નર એલેક્ઝાંડરે ઘટનાની વિગતો આપતા જણાવ્યું કે સીબા નદી પરનો બંધ તૂટી જવાના કારણે શ્રમિકોની કેબિનોમાં પાણી ફરી વળ્યા હતા.

ક્રાસનોયાર્સ્કના દક્ષિણી ક્ષેત્રમાં 80 જેટલા શ્રમિકો અસૃથાયી વસાહતોમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટના બાદ આશરે 270 લોકોની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગી હતી. જ્યારે અિધકારીઓએ આ મામલે સુરક્ષા નિયમોના ઉલ્લંઘનની તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

READ ALSO

Related posts

પતિના હતા ભાભી સાથે શારીરિક સંબંધ, પત્નીએ હત્યા કરી અને કિચનમાં….

Dharika Jansari

મહારાષ્ટ્રમાં સત્તા તો ગઈ પણ BJPને અહીં પણ પડશે જોરદાર ફટકો, મોદી-શાહે આ ગણિતો ન ભૂલવા જોઈએ

Karan

ઝારખંડમાં વોટિંગ પહેલા નક્સલી હુમલો, ચાર પોલીસ જવાન શહીદ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!