GSTV
breaking news News World ટોપ સ્ટોરી

‘રશિયા મારી હત્યા કરવા માંગે છે’, યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિનો મોટો આક્ષેપ; કિવમાં એર અલર્ટ

યુક્રેન રશિયા યુદ્ધનો પાંચમો દિવસ છે. અને રશિયન સૈનિકો દ્વારા આક્રમણ યથાવત છે. ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયા પર મોટો આક્ષેપ લગાવતા કહ્યુ છે કે, રશિયા તેમની હત્યા કરવા માંગે છે. અને રશિયન રાષ્ટ્રપતિએ વ્લાદિમીર પુતિને જ હત્યાના આદેશ આપ્યા છે. એટલું જ નહી 400 જેટલા આતંકીઓને કીવ પણ મોકલ્યાનો દાવો યુક્રેનના રાષ્ટ્રપતિએ કર્યો છે.

એક અહેવાલ પ્રમાણે રાષ્ટ્રપતિ પુતિનના સૌથી સહયોગીઓ દ્વારા વૈગનર ગ્રુપ સંચાલિત છે..રૂપિયાની લાલચમાં યુક્રેનના રાષ્ટ્રપતિની હત્યાના મિશન સાથે આ ગ્રુપે પાંચ સપ્તાહ પહેલા આફ્રિકાથી ઉડાન ભરી હતી..અને આ અંગેની માહિતી યુક્રેનની સરકારને શનિવારે સવારેજ મળી હતી.જે બાદ યુક્રેન સરકારે રાષ્ટ્રપતિ જેલેંસ્કીની સુરક્ષા વધારી છે..આ મિશનની માહિતી મળતા જ યુક્રેન સરકારે રાજધાની કીવમાં 36 કલાકનો હાર્ડ કરફ્યૂ લગાવી દીધો હતો અને નાગરિકોને કહ્યુ હતુ કે આ કરફ્યૂ દરમિયાન જો કોઈ બહાર જોવા મળ્યુ તો ગોળી પણ મારવામાં આવી શકે છે.

દરમિયાન, બ્રિટિશ અખબાર ટાંકીને કહેવામાં આવ્યું છે કે રશિયા યુક્રેનના રાષ્ટ્રપતિની હત્યા કરવાની ફીરાકમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજધાની કિવમાં 400 રશિયન આતંકવાદીઓ હાજર છે અને તેમને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની હત્યા કરવા માટે મોકલવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે યુક્રેનમાં રશિયાનો હુમલો સતત વધી રહ્યો છે. રશિયન સેનાએ યુક્રેનના ઘણા શહેરો કબજે કર્યા છે. યુક્રેનના મોટા શહેરો પર ક્રુઝ મિસાઈલથી હુમલો કરવામાં આવી રહ્યો છે. શનિવાર સુધીમાં, રશિયન સૈનિકોના હુમલામાં યુક્રેનમાં ત્રણ બાળકો સહિત 198 નાગરિકો માર્યા ગયા છે, જ્યારે અત્યાર સુધીમાં 1,684 લોકો ઘાયલ થયા છે.

યુક્રેન દુશ્મનો સામે ઉગ્રતાથી લડી રહ્યું

તે જ સમયે, યુક્રેનના સૈનિકો અને લોકો પણ દુશ્મનો સામે મજબૂતીથી લડી રહ્યા છે. ઓછા સંસાધનોને કારણે, યુક્રેનના રાષ્ટ્રપતિ સતત વિશ્વના અન્ય દેશોની મદદ માંગી રહ્યા છે. દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રવિવારે સાંજે બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ યુદ્ધમાં આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Read Also

Related posts

નેપાળ/ કાઠમંડુના મેયરે પોતાની ઓફિસમાં ગ્રેટર નેપાળનો નકશો લગાવ્યો, હિમાચલથી માંડીને બિહાર સુધીના વિસ્તાર પોતાના ગણાવ્યા 

Padma Patel

અમેરિકાની જાસૂસી માટે ચીનને શોધ્યો નવો ઉપાય, હવે આ પાડોશી દેશી મદદ લેશે

Padma Patel

પાકિસ્તાનમાં ખાવાના ફાંફા, લોટની ચોરી રોકવા માટે કલમ 144 લાગુ 

Padma Patel
GSTV