GSTV
Uncategorized

રશિયાની શાળામાં બંદૂકધારીએ કર્યો ગોળીબાર, 6 લોકોના થયા મોત

રશિયાના ઈઝવેસ્ક શહેરમાં બંદૂકધારી વ્યક્તિએ શાળામાં અંધાધૂંધ ગોળીબાર કરતા 6 લોકોના મોત નીપજ્યાં હોવાની વિગતો સામે આવી છે. આ સમગ્ર ઘટનામાં 20 લોકો ઘોવાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. રશિયાની સરકારી મીડિયા દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે.

સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે બંદૂકધારી વ્યક્તિને પકડવામાં હજી તેમને સફળતા મળી નથી. ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે  કે હુમલાખોરે પોતાની જાતને ગોળી મારી દીધી છે

ઉદમુર્તિયાના રાજ્યપાલ એલેક્ઝાંડર બ્રેચલોવે જણાવ્યું હતું કે તેઓ શાળા નંબર -88 ખાતે પહોંચ્યા છે. ઘટનાસ્થળ પર સુરક્ષાબળ અને એમ્બ્યુલન્સ આવી પહોંચી છે. રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે એક અજાણીયો વ્યક્તિ સ્કુલમાં ઘુસી ગયો હતો અને તેણે સુરક્ષા ગાર્ડની પણ હત્યા કરી નાખી હતી. તેમણે કહ્યું કે મૃતકો અને ઘવાયેલા વ્યક્તિઓમાં શાળાના વિધાર્થીઓ પણ સામેલ છે.

Also Read

Related posts

10 પાસ માટે સંરક્ષણ મંત્રાલયમાં 5000થી વધુ નોકરીઓ, નોન ITI પણ ફોર્મ ભરી શકે

Hina Vaja

મારા વિરુદ્ધ એક શબ્દ બોલ્યો તો.. “આપ”ની રેલી પહેલા આસામના સીએમની કેજરીવાલને ચેતવણી

Siddhi Sheth

પતિઓએ દેવી-દેવતાની નહીં પણ એલન મસ્કની આરતી ઉતારી, આ કરવા પાછળનું એવું કારણ જણાવ્યું કે…

Hina Vaja
GSTV