GSTV

BMPT Terminator : રશિયન સેનામાં તૈનાત થઈ આગ ઓકતી સુપર પાવરફુલ ટર્મિનેટર ટેન્ક, હવે દુશ્મનોની ખેર નથી

Last Updated on December 2, 2021 by Vishvesh Dave

યુક્રેન સાથે વધી રહેલા તણાવ વચ્ચે રશિયાએ તેની ઘાતક BMPT ટર્મિનેટર ટેન્કને સેનામાં સોંપી દીધી છે. સપ્ટેમ્બરમાં “Zapad-2021”. નામના યુદ્ધાભ્યાસ દરમિયાન રશિયન સેના દ્વારા ટેન્કને ઓપરેશનલ ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું. સેન્ટ્રલ મિલિટરી ડિસ્ટ્રિક્ટના કમાન્ડર, કર્નલ-જનરલ એલેક્ઝાન્ડર લેપિને જાહેરાત કરી છે કે રશિયન સેનાએ યુરલ્સમાં સ્થિત સેન્ટ્રલ મિલિટરી ડિસ્ટ્રિક્ટના 90મા ગાર્ડ્સ ટેન્ક ડિવિઝનમાં ટર્મિનેટર ટેન્કની પ્રથમ કંપની (આર્મી યુનિટ) તૈનાત કરી છે. 90મા ગાર્ડ્સ ટેન્ક ડિવિઝનના એકમો સ્વેર્ડલોવસ્ક અને ચેલ્યાબિન્સ્ક પ્રદેશોમાં તૈનાત છે. સેન્ટ્રલ મિલિટ્રી ડિસ્ટ્રિક્ટના આર્મર્ડ ડિવિઝનના કમાન્ડરે જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાનના નિર્ણય અને ચીફ ઑફ જનરલ સ્ટાફની સૂચનાના આધારે, નવ ટર્મિનેટર ટેન્કનું પ્રથમ નિયમિત એકમ રશિયન આર્મર્ડ ફોર્સમાં કાર્યરત કરવામાં આવ્યું છે. આ કંપની આગળ રેજિમેન્ટ સ્તરે બનાવવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે આવતા વર્ષે જૂનમાં યોજાનારી કવાયતમાં ટર્મિનેટર ટેન્કનો વ્યાપકપણે સમાવેશ કરવામાં આવશે.

ટેન્કસ સાથે મળીને કેહેર વર્તાવશે ટર્મિનેટર

તેમણે કહ્યું કે હું દ્રઢપણે માનું છું કે બાકીના બખ્તરબંધ વાહનોની સાથે ટર્મિનેટર ટેન્ક યુદ્ધના મેદાનમાં વ્યાપક ભૂમિકા ભજવશે. તેમણે એમ પણ કહ્યું કે તે પહાડીઓ અને વસ્તીવાળા વિસ્તારોમાં અસરકારક હથિયાર તરીકે વિવિધ મિશનને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં સક્ષમ છે. ટર્મિનેટર ટેન્કનું પ્રથમ શિપમેન્ટ ગયા વર્ષે ડિસેમ્બરમાં ઉરાલ ટેન્ક વિભાગને મોકલવામાં આવ્યું હતું. અહીં આ હથિયારનું ઓપરેશનલ મૂલ્યાંકન અને તાલીમ આપવામાં આવી હતી. પરીક્ષણ દરમિયાન, આ ટાંકીએ ઘણા કીર્તિમાન સ્થાપિત કર્યા હતા. આ ટેન્કની મારક ક્ષમતા અને ઉબડ-ખાબડ વિસ્તારમાં તેનો ઉપયોગ જોઈને રશિયન સત્તાવાળાઓએ સેનામાં ‘ટર્મિનેટર’ ટેન્ક સપોર્ટ ફાઈટીંગ વ્હીકલની નિયમિત કંપની સ્થાપવાનું નક્કી કર્યું. આ ટેંક લડાઇ દરમિયાન ટેન્કસ સાથે દુશ્મનોની પાયમાલી તો કરશે જ, પરંતુ શાંતિના સમયમાં સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ કરી શકશે.

અત્યંત ખતરનાક છે રશિયાની ટર્મિનેટર ટેન્ક

BMPT ટર્મિનેટર એ ટેન્ક સપોર્ટ ફાઈટિંગ વ્હીકલ છે. આ ટેન્ક ફાયરિંગ શેલ્સની સાથે દુશ્મનના હેલિકોપ્ટર અને લો-સ્પીડ એરક્રાફ્ટને તોડી પાડવા સક્ષમ છે. આ ટેન્ક રશિયન કંપની Uralvagonzavod દ્વારા બનાવવામાં આવી છે. ટર્મિનેટર તરીકે જાણીતી, આ ટેન્ક શહેરી વિસ્તારોમાં લડાઈ દરમિયાન અન્ય સાથી ટેન્કસ અને આર્મ્ડ ફાયરિંગ વિહિકલ્સને નજીકનો ટેકો પૂરો પાડે છે. જેના કારણે દુશ્મનના હેલિકોપ્ટર, ડ્રોન કે અન્ય નીચા ઉડતા વિમાનો નિશાન બનાવી શકતા નથી. BMPT-72 ટાંકીનું સૌપ્રથમ 2013માં રશિયન આર્મ્સ એક્સપોમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સીરિયામાં ટર્મિનેટરે તેની શક્તિ બતાવી હતી

ટર્મિનેટર ટેન્ક એ કોમ્બેટ પ્રુવન વેપન છે. એટલે કે યુદ્ધના મેદાનમાં પણ આ ટેંકની માસ્ટરી સાબિત થઈ છે. રશિયાએ તેને 2017માં સીરિયાના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કર્યું હતું. જ્યારે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અસદ સીરિયાના હેમમીમ એરપોર્ટ પર રશિયન ચીફ ઓફ સ્ટાફ જનરલ વેલેરી ગેરાસિમોવ સાથે મુલાકાત કરી ત્યારે તસવીરોમાં ટેન્ક જોવા મળી હતી.

ટર્મિનેટર ટેન્કને ઘાતક બનાવે છે આ શસ્ત્રો

ટર્મિનેટર ટેન્કના મુખ્ય આર્મમેન્ટમાં 130 એમએમ એટાકા-30 મિસાઇલ લોન્ચર, બે 30 એમએમ 2A42 ઓટો-તોપોનો સમાવેશ થાય છે. જ્યારે, આ ટેન્કના અન્ય હથિયારો બે 30 mm AG-17D ગ્રેનેડ લોન્ચર અને 7.62 mm PKTM મશીનગન છે. આ ટેન્ક રશિયાની પ્રખ્યાત T-72 મુખ્ય યુદ્ધ ટેન્કના ચેસિસ પર બનાવવામાં આવી છે. રશિયા-ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં T-72 ટેન્કનો ઉપયોગ થાય છે. ભારત સહિત ઘણા એવા દેશો છે જેઓ પણ પોતાના દેશમાં લાયસન્સ હેઠળ આ ટેન્ક બનાવે છે.

IPL

ALSO READ

Related posts

સરોગસીથી બાળકની માતા બનનારી પ્રિયંકા ચોપરા ભૂંડી રીતે થઇ ટ્રોલ, સોશિયલ મીડિયા યુઝર્સે ઝાટકી નાંખી

Bansari

સરોગસી પર તસલીમા નસરીનના ટ્વીટથી મચી ખળભળાટ, પ્રિયંકાનું નામ લીધા વગર સાધ્યો નિશાનો

Damini Patel

પૃથ્વીથી 379 પ્રકાશ વર્ષ દૂર ગુરૂ કરતાં ત્રણ ગણો મોટો ગ્રહ મળ્યો, વિજ્ઞાાનીએ વિશિષ્ટ એકઝોપ્લેનેટ શોધ્યો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!