GSTV

રશિયાની કોરોના વેક્સીનની સફળતા પર WHO એ ફરી એકવાર ખોલી નાખી પોલ

રશિયાએ જ્યારથી કોરોના વાયરસની નવી વેક્સીન બનાવવાનો દાવો કર્યો છે ત્યારથી જ તે સવાલોના ઘેરામાં આવી ગઈ છે. વિશ્વ આરોગ્ય સંગઠન WHO એ એક વાર ફરી રશિયાની વેક્સીન પર શંકા દર્શાવી છે. WHO નું કહેવું છે કે રશિયાની વેક્સીન એ 9 પ્રકારની વેક્સિનમાં સામેલ નથી જે પોતાના ટેસ્ટિંગના એડવાન્સ સ્ટેજમાં હોય.

9 પ્રાયોગિક વેક્સીનને સામેલ રશિયાની વેક્સીન

WHO અને તેના પાર્ટનર્સએ કોવેક્સ દ્વારા જે 9 પ્રાયોગિક વેક્સીનને સામેલ કરી છે તેમાં રશિયાની વેક્સિનનું નામ નથી. કોવેક્સ દ્વારા તેના સભ્ય દેશ કોઈ પણ વેક્સિનને મેળવવા માટે રોકાણ કરી શકે છે અને ગરીબ દેશો માટે વેક્સિનની ફંડિંગ પણ કરી શકે છે.

રશિયાની વેક્સીન અંગે જાણકારી ઓછી અને શંકા વધુ

WHOના વરિષ્ટ સલાહકાર બ્રુસ આયલવર્ડએ કહ્યું, ‘અમે રસિયાની વેક્સીન પણ કોઈ નિર્ણય નહિ લઈએ કારણ કે અમારી પાસે પૂરતી જાણકારી નથી. હાલ અમે રશિયા સાથે વાતચીત કરી રહ્યા છીએ અને જાણકારી મેળવી રહ્યા છીએ જેથી તેમની વેક્સીન, ટ્રાયલ અને તેના આગળના પગલાંને લઈને સમજી શકાય. WHO પહેલા જ રશિયાને પોતાની વેક્સિનની સમીક્ષા કરવા જણાવી ચૂક્યું છે.

રશિયન રાષ્ટ્રપતિએ કરી હતી સત્તાવાર જાહેરાત

જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી હતી કે તેમની કોરોના વેક્સિનને સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રેગ્યુલેટરી મંજૂરી મળી ગઈ છે. જોકે, આ વેક્સીન એડવાન્સ ટ્રાયલ સ્ટેજ હજુ સુધી નથી કરવામાં આવ્યું. રશિયાનો દાવો છે કે આ વેક્સીન બે વર્ષ સુધી લોકોને કોરોના સંક્રમણ સામે રક્ષણ આપવાનું કામ કરશે.

રશિયાની વેક્સીન પર અનેક દેશોને આશંકા

રશિયાની આ વેક્સીન પર દુનિયાના ઘણા દેશોએ શંકા વ્યક્ત કરી છે. જર્મનીના સ્વાસ્થ્ય મંત્રીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ વેક્સીનનું યોગ્ય પરીક્ષણ નથી કરવામાં આવ્યું. જેન્સ સ્પેને મીડિયાને જણાવ્યું કે લાખો લોકોને આ વેક્સીન આપવી જોખમી થઇ શકે છે. ખોટી વેક્સિનથી લોકોના મોત પણ થઇ શકે છે.

MUST READ:

Related posts

મોટા સમાચાર/ મોદી સરકારના મંત્રીનું કોરોનાથી થયુ મોત, રેલ રાજ્યમંત્રી સુરેશ અંગડી થયા હતા કોરોનાથી સંક્રમિત

Mansi Patel

કૃષિ બિલ / મોદી સરકારના 6 મંત્રીઓ કરેલી પ્રેસ કોન્ફરન્સ પર પાણી ફરી વળ્યું, છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછા ભાવ આ વખતે આપ્યા

Pravin Makwana

રાજ્ય બહારના કામદારોને હવે મુસાફરી ભથ્થું આપવું પડશે, 3 મજૂર બીલ પસાર થયા, કામદારોનું શોષણ હવે હદ વટાવશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!