GSTV

તણાવ વધ્યો: રશિયાનો દાવો, કાળા સમુદ્રમાં બ્રિટિશ વોરશીપ પર કર્યું ફાયરિંગ!

Last Updated on June 23, 2021 by Pritesh Mehta

રશિયા અને બ્રિટન વચ્ચે તણાવ વધી રહ્યો હોવાનું જોવા મળી રહયું છે. રશિયાનું કહેવું છે કે કાળા સમુદ્રમાં ક્રીમિયો પાસે તેણે બ્રિટિશ રોયલ નેવીના  યુદ્ધપોત પર ચેતવણી આપતા ફાયરિંગ કરવું પડ્યું છે. કારણ કે બ્રિટિશ યુદ્ધપોત તેની દરિયાઈ સીમામાં ઘુસી આવ્યું હતું. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે બ્રિટિશ યુદ્ધપોતના તેની દરિયાઈ સીમામાં ઘુસવાને કારણે રશિયાએ ચેતવણીના ભાગરૂપે તેના પર ફાયરિંગ કરવું પડ્યું હતું અને રસ્તામાં બોમ મુકવા પડયા હતા.

રશિયા

જોકે બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે રશિયન જહાજ તરફથી ફાયરિંગની વાતને ફગાવી દીધી છે. બ્રિટને જણાવ્યું કે તેનું યુદ્ધ જહાજ યૂક્રેનના જળ વિસ્તારમાં ચાલી રહ્યુ હતુ. એક અહેવાલમાં સંરક્ષણ મંત્રાલયને ટાંકીને જણાવ્યું કે રોયલ નેવી જહાજ આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ યૂક્રેનના જળ વિસ્તારમાં ચાલી રહ્યું હતુ. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે રશિયન જહાજો કાળા સમુદ્રમાં અભ્યાસ કરી રહ્યા હતા અને બ્રિટને તેની ગતિવિધિની પહેલા જ ચેતવણી આપી હતી. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે ડિફેન્ડર પર કોઈ ગોળો દાગવામાં નથી આવ્યો અને તેના રસ્તામાં પણ કોઈ બોમ્બમારો નથી થયો. જ્યારે ઇન્ટરફેક્સ સમાચાર એજન્સીએ જણાવ્યું કે બ્રિટિશ દૂતાવાસને રશિયન સંરક્ષણ મંત્રાલયે સમન્સ પાઠવ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

BREAKING / જામનગરમાં કપ્પા વેરિયન્ટના નવા 3 કેસથી ખળભળાટ, સ્થાનિક તંત્રના સ્પષ્ટ ઇનકારથી ઊભા થયા અનેક સવાલ

Dhruv Brahmbhatt

તણાવ / જિનપિંગની પહેલી તિબેટ યાત્રાનો ઇશારો અરૂણાચલ સરહદ તરફ, ચીનની હરકતો પર ભારતની બાજ નજર

Dhruv Brahmbhatt

વિશ્વની સૌથી ધનિક વ્યક્તિએ સ્પેર ટૂર પાછળ એટલાં રૂપિયાનો ધુમાડો કર્યો કે…., આ સમસ્યાઓનો અંત આવી શકત

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!