રશિયાએ યુક્રેન ઉપર બે દિવસની અંદર પોતાની 2 શક્તિશાળી હાઈપરસોનિક મિસાઈલ(Hypersonic Missile) છોડી છે. પ્રથમ કિંઝલ(Kinzhal) જેને ડેગર(Dagger) એટલે કે ખંજર પણ કહેવામાં આવે છે. બીજી કેલિબર ક્રૂઝ મિસાઈલ (Kalibr Cruise Missile). હવે તમને મનમાં એ વિચાર આવતો હશે કે, ક્રૂઝ મિસાઈલને હાઈપરસોનિક શા માટે કહેવામાં આવે છે. તમને આગળ આ સ્ટોરીમાં તેનું કારણ જાણવા મળશે. પહેલાં એ જાણી લઈએ કે, હાઈપરસોનિક મિસાઈલોની માગ ક્યાંથી વધી…
એક અહેવાલ પ્રમાણે અમેરિકા થોડા વર્ષ અગાઉ હાઈપરસોનિક મિસાઈલના વિકાસના મામલે રશિયાથી પાછળ હતું. પછી તેમણે ઝડપથી શસ્ત્રો વિકસાવ્યા અને તેને યુદ્ધ જહાજો પર તૈનાત કર્યા હતા. અમેરિકા હજુ પણ આ હથિયારોનો વિકાસ કરી રહ્યું છે પરંતુ રશિયાએ તો બતાવી દીધું કે તેમની પાસે હાઈપરસોનિક મિસાઈલ છે અને રશિયાએ તેનો ઉપયોગ યુક્રેન પર કરી પણ દીધો છે. જોકે, યુએસ ડિફેન્સ મિનિસ્ટ્રી પેન્ટાગોને આ વાતની પુષ્ટિ નથી કરી.

શું છે હાઈપરસોનિક મિસાઈલ
જો સરળ ભાષામાં સમજીએ તો, હાઇપરસોનિક મિસાઈલ અદ્યતન શસ્ત્રો છે જે અવાજની ઝડપ કરતાં પાંચ ગણી વધુ ઝડપે દોડે છે. આ મિસાઈલો દુશ્મનના ઠેકાણાને નષ્ટ કરવા માટે એટલી તેજ ગતિએ આગળ વધે છે કે, તેમને ટ્રેક કરીને રોકવું મુશ્કેલ બની જાય છે. તેથી જ તેની ગણતરી સૌથી ઘાતક હથિયારોમાં થાય છે.

રશિયા પાસે હથિયારોની ઉણપ નથી
એક અહેવાલ પ્રમાણે માત્ર કિંઝલ જ નહીં પરંતુ રશિયામાં એક વધુ એડવાન્સ હાઈપરસોનિક મિસાઈલ તૈયાર કરવામાં આવી છે તેનું નામ એવનગાર્ડ(Avangard) છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીરનું કહેવું છે કે, તે ન્યૂક્લિયર પાવર હાઈપરસોનિક મિસાઈલ છે જે ધ્વનિથી 20 ઘણી વધારે ઝડપ મેળવી શકાય છે.
Read Also
- રાજકારણ/ વિધાનસભાની ચૂંટણી લડવા અંગે પૂર્વ સીએમ વિજય રૂપાણીનું મોટુ નિવેદન, આપ્યા આ સંકેત
- Adani Powerની સૌથી મોટી ડીલ! ગૌતમ અદાણીએ આ કંપનીને 7017 કરોડ રૂપિયામાં ખરીદી, કારોબારમાં થયો વિસ્તાર
- સાવધાન/ ભૂલથી પણ Download ન કરતા આ ખતરનાક એપ્સ, થઇ જશો કંગાળ; હમણાં જ કરી દો ડીલીટ
- વિશેષ બેઠક / સમાન વીજ દર મામલે ખેડૂતો લડી લેવાના મૂડમાં, સરકાર મચક નહીં આપે તો ઉગામશે આ હથિયાર
- બરાબરીની ટક્કર: બૉલીવુડમાં આવતા જ નેપોટિઝ્મ પર બોલ્યા નાગા ચૈતન્ય, કરી આવી વાત