Last Updated on August 8, 2020 by
કોરોના વાયરસ વૈક્સિન માટે દુનિયાની રાહ હવે પૂર્ણ થતું જોવા મળી રહ્યું છે. રશીયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશ્કોએ કહ્યું છે કે, રશીયાની વૈક્સિન ટ્રાયલમાં સફળ રહી છે. અને હવે તે ઓક્ટબર મહિનાથી દેશમાં મોટા પ્રમાણમાં લોકોનું ટીકાકરણ કામ શરૂ કરવામાં આવ્યું છે. તેણે કહ્યું છે કે, આ વૈક્સિન લગાવવાનો તમામ ખર્ચ સરકાર ઉપાડશે. તો ઉપ સ્વાસ્થ્ય મંત્રી ઓલેગ ગ્રિદનેવે કહ્યું કે રશીયા 12 ઓગષ્ટના રોજ દુનિયાની પહેલી કોરોના વાયરસ વૈક્સિન રજીસ્ટર કરાવશે.

વૈક્સિનનું ત્રીજુ ચરણ ચાલું
ગ્રિદનેવે ઉફા શહેરમાં કહ્યું કે, આ સમય વૈક્સિનનું ત્રીજું ચરણ ચાલી રહ્યું છે. આ પરિક્ષણ ખુબ મહત્વપૂર્ણ છે. આપણે એ સમજવું પડશે કે આ વૈક્સિન સુરક્ષિત રહે. મેડિકલ પ્રોફેશનલ અને વરિષ્ઠ નાગરિકોને સૌથી પહેલા કોરોના વાયરસની રસી આપવામાં આવશે. મંત્રીએ કહ્યું કે, આ વૈક્સિનની પ્રભાવશીલતા ત્યારે આંકવામાં આવશે જ્યારે દેશની જનસંખ્યાની અંદર રોગ પ્રતિરોધક ક્ષમતા વિકસીત થઈ જાય.

વૈક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં 100 ટકા સફળ
આ પહેલા રશીયાએ કહ્યું હતું કે તેની કોરોના વાયરસની વૈક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં 100 ટકા સફળ રહી છે. આ વૈક્સિનને રશીયા રક્ષામંત્રાલય અને ગમલેયા નેશનલ સેંટર ફોર રિસર્ચ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. રશીયાએ કહ્યું કે, ક્લિનિકલ ટ્રાયલમાં જેટલા લોકોને આ વૈક્સિન આપવામાં આવી તે તમામમાંથી સાર્સ કોવ-2 સામે રોગ પ્રતિરોધક ક્ષમતા દેખાઈ. આ ટ્રાયલ 42 દિવસ પહેલા શરૂ થયું હતું. તે સમયે વૈભાનિક શોધકર્તાએ માસ્કોના બુરદેંકો સૈન્ય હોસ્પિટલમાં કોરોના વૈક્સિન લગાવવામાં આવી હતી. આ લોકો સોમવારે બીજી વખત હોસ્પિટલમાં આવ્યાં અને તેની તપાસણી કરવામાં આવી. એ દરમયાન જાણવા મળ્યું કે, તમામ લોકોમાં કોરોના વાયરસ સામે પ્રતિરોધક ક્ષમતા પેદા થઈ છે. આ તપાસના પરિણામ બાદ સરકારે રશીયાની વૈક્સિનની પ્રસંશા કરી હતી.

ઓક્ટોબર માસમાં દેશમાં શરૂ થશે રસીકરણ
રશીયાના રક્ષામંત્રાલયના જણાવ્યા પ્રમાણે, સમિક્ષાના પરિણામોથી આ સ્પષ્ટ થયુ છે કે વૈક્સિન લગાવવાથી લોકોની અંદર મજબૂત રોગપ્રતિરોધક પ્રતિક્રિયા વિકસીત થઈ છે. રશીના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, કોઈ પણ વોલટિંઅરની અંદર કોઈ પણ નકારાત્મક સાઈડ ઈફેક્ટ કે પરેશાની સામે આવી નથી. આ પ્રયોગશાળા હવે મોટા પ્રમાણમાં જનતા ઉપર ઉપયોગ કરતા પહેલા સરકારની સ્વિકૃતિ લેવા જઈ રહી છે. રશીયાએ દાવો કર્યો છે કે, આ કોરોના વાયરસની સામેની વૈશ્વિક લડાઈમાં કોવિડ-19 વૈક્સિન વિકસીત કરવા માટે બીજા કેટલાક મહિના આગળ ચાલી રહ્યું છે. બતાવવામાં આવી રહ્યું છે કે, ક્લિનિકલ ટ્રાયલમાં સફળતા બાદ હવે રશીયા વૈક્સિનની પ્રભાવી ક્ષમતા પરખવા માટે ત્રણ મોટા પરિક્ષણ કરવા જઈ રહ્યું છે. રશીયાનો ઉદ્દેશ આ વર્ષના સપ્ટેમ્બર સુધીમાં કોરોના વૈક્સિનને વિકસીત કરી લેવાનો છે અને સાથે જ ઓક્ટોબર માસમાં દેશમાં રસીકરણ શરૂ કરવાનો છે.
- પડઘા: દર્દીઓના જીવ બચાવવામાં મળી સફળતા, GSTVના અહેવાલ બાદ કુંદન હોસ્પિટલ સામે તપાસના આદેશ
- રસીકરણ/ રજીસ્ટ્રેશન માટે આ તારીખ સુધીમાં તૈયાર થઇ જશે કોવિન પોર્ટલ, જાણી લો કઇ-કઇ જાણકારીઓ ઉપલબ્ધ થશે
- ગંભીર બાબત: એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ બીજા દિવસે તલાટીઓ આવ્યા નહીં, 3 તલાટી ફરજ પરથી ભાગ્યા
- જરૂરી/ Home Quarantineમાં આ રીતે સારુ કરો તમારું Oxygen લેવલ, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવી ટેક્નિક
- સુરત: મોડી રાતે સ્લેબ તૂટી પડતા નિંદ્રાધીન બે બાળકોના થયા કરૂણ મોત, તંત્ર થયું દોડતુ
