GSTV

ભારત માટે સારા સમાચાર, નવેમ્બર સુધીમાં કોરોના વેક્સિન આપી શકે છે રશિયા

રશિયાએ મંગળવારે જાહેરાત કરી હતી કે તેણે કોરોના વાયરસની સફળ વેક્સિન તૈયાર કરી લીધી છે. આ વેક્સિનના રિસર્ચની ફંડીંગ કરનારા સમૂહના પ્રમુખ કિરીલ દમિત્રીવે કહ્યું કે, રશિયાએ અન્ય દેશોને નવેમ્બર સુધીમાં વેક્સિનની સપ્લાઈ કરી શકે છે. તે પહેલા રશિયાએ જણાવ્યું હતું કે, ભારત સહિત 20 દેશ વેક્સિન ખરીદવા માટે રૂચી જાહેર કરી ચુક્યાં છે.

રશિયાનું કહેવું છે કે, ઓક્ટોબરમાં તે પોતાના દેશમાં મોડા પ્રમાણમાં લોકોને વેક્સિન લગાવવા માટેનો કાર્યક્રમ શરૂ કરશે. જો કે, રશિયાની વેક્સિનનું ફેઝ-3 ટ્રાયલ હજું પુરૂ થયું નથી. એ માટે દુનિયાના એક્સપર્ટ પણ આ વેક્સિનને સફળ નથી કહી રહ્યાં. ફેઝ-3 ટ્રાયલના પરિણામો આવ્યાં બાદ જ વેક્સિન અંગે સાચી જાણકારી બહાર આવશે.

એક રિપોર્ટ પ્રમાણે, રશિયા ડાયરેક્ટ ઈન્વેસ્ટમેંટ ફંડના પ્રમુખ કિરિલ દમીત્રીવે બુધવારે કહ્યું કે, આ વેક્સિન સુરક્ષિત છે. તેણે કહ્યું કે, આ સાબિત કરવા માટે અમે ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં ડેટા પ્રકાશીત કરીશું. હજુ રશિયાએ વેક્સિન સંબંધિત કોઈ ડેટા પ્રકાશીત કર્યો નથી.

કિરિલ દમીત્રીવે કહ્યું કે રશિયામાં લોકોને વેક્સિન લગાવવાનો કાર્યક્રમ ધીરે ધીરે શરૂ થયો છે. તેણે કહ્યું કે, એવું નથી કે, અમે કાલે એક કરોડ લોકોને વેક્સિન દેવા જઈ રહ્યાં છીએ.

જો કે, કિરિલ દમીત્રીવે રશિયાની વેક્સિનમાં પૂર્ણ વિશ્વાસ રાખીને કહ્યું છે કે, તે પોતે આ વેક્સિન લગાવી ચુક્યાં છે અને તેના પરિવારના લોકોને પણ આ વેક્સિન દેવામાં આવી છે.

કિરિલ દમીત્રીવે દાવો કર્યો છે કે, રશિયાને પહેલા જ અન્ય દેશોમાંથી વેક્સિન માટે કરોડો ડોઝનો ઓર્ડર મળી ચુક્યો છે. રશિયા એમ્બૈસી પ્રમાણે, બ્રાઝીલના પરાના સ્ટેટ વેક્સિન ટેસ્ટીંગ માટે રશિયાની સાથે કરાર કરવા જઈ રહ્યું છે. ફિલિપાઈન્સે પણ રશિયાની વેક્સીનનું સમર્થન કર્યું છે.

Related posts

ખેડૂત આંદોલન ન અટક્યું તો મંત્રી બાદ આ રાજ્યમાં ભાજપ સરકાર થશે ઘરભેગી, પંજાબ જ નહીં હરિયાણા પણ સળગ્યું

Dilip Patel

શરમજનક/ શોંપિયા એન્કાઉન્ટરમાં મજૂરોને આતંકી બતાવીને મારી નખાયા, સેનાએ આપ્યો જવાનો પર કાર્યવાહીનો આદેશ

Karan

રાજ્યમાં ફરી આંદોલનના એંધાણ : ખેડૂતોએ કહ્યું, કોઈપણ સંજોગોમાં આ ટીપી સ્કીમ લાગુ થવા નહીં દઈએ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!