GSTV
Home » News » અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી મામલે થયો ચોંકાવનારો ઘટસ્ફોટ, એજન્ટે ખોલી પોલ

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી મામલે થયો ચોંકાવનારો ઘટસ્ફોટ, એજન્ટે ખોલી પોલ

અમેરિકન ખાનગી એજન્સી સીઆઈએના એક એજન્ટે 2016માં થયેલી અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે ખુલાસો કર્યો છે. એજન્ટે અમેરિકન ન્યૂઝ પેપર ન્યૂયોર્ક ટાઈમ્સ સાથે વાતચીતમાં દાવો કર્યો છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકન ચૂંટણીમાં હસ્તક્ષેપ માટે તેમની ઈન્ટેલિજન્સ એજન્સીને આદેશ આપ્યો હતો. ત્યારે તેઓ રશિયાના ઉચ્ચ અધિકારીઓમાં સામેલ હતા. તેનો એક રિપોર્ટ તેમણે 2016માં સીઆઈએને મોકલ્યો હતો.

ન્યૂઝપેપરના રિપોર્ટ પ્રમાણે સીઆઈએ એજન્ટના પરિવારજનોએ જણાવ્યું છે કે, તેઓ પુતિનના અંગત મામલાઓમાં સામેલ નહતા પરંતુ રશિયા સરકાર સાથે જોડાયેલા ઉચ્ચ સ્તરિય નિર્ણય લેનાર અધિકારીઓ સામેલ હતા. એજન્ટે દાવો કર્યો હતો કે પુતિને વ્યક્તિગત રીતે આદેશ આપ્યા હતા અને ચૂંટણીને પ્રભાવિત કરવા ઉચ્ચ સ્તરિય ગુપ્ત યોજના બનાવી હતી.

2016માં પણ એજન્ટે માહિતી આપી હતી

રિપોર્ટ પ્રમાણે સીઆઈએ એજન્ટે 2016માં પણ આ વિશે માહિતી આપી હતી. આ માહિતી એટલી મહત્વની અને વિવાદાસ્પદ હતી કે સીઆઈએના ઉચ્ચ અધિકારીયોએ એજન્ટના રેકોર્ડ અને તેની માહિતીની પૂરી સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. એજન્ટે કહ્યું હતું કે, સીઆઈએને ખાનગી માહિતી આપવાના કારણે તેનું કરિયર પ્રભાવિત થયું હતું. તેને પછી કોઈ કામ આપવામાં નહતુ આવ્યું અને 2017માં રશિયામાંથી કાઢી દેવામાં આવ્યો હતો.

448 પેજનો એક રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો

આ પહેલાં અમેરિકાના ચીફ એડ્વોકેટ રોબર્ટ મુલરે પણ દાવો કર્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી જીતાડવા માટે પુતિને અમેરિકાની ચૂંટણીમાં દખલ કરી હતી. 74 વર્ષના મૂલરે 448 પેજનો એક રિપોર્ટ પણ તૈયાર કર્યો હતો. તેમાં તેમણે કહ્યું હતું કે, રશિયન સેનાના અધિકારીઓએ ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિન્ટનના ચૂંટણી અભિયાનને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

READ ALSO

Related posts

શ્રમયોગીઓને પણ ખેડૂતોની જેમ મળશે રૂપિયા 3,000નું પેન્શન, સરકારે લોન્ચ કરી આ યોજના

Mansi Patel

લો કેવા દિવસો આવી ગયા 13 પોપટને દિલ્લીની કોર્ટમાં બોલાવાયા….!

Dharika Jansari

ભાજપના વિકાસનું ડબલ એન્જિનનું મોડલ નિષ્ફળ, કેન્દ્ર સરકાર સદંતર નિષ્ફળ નીવડી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!